અમેરિકામાં વર્ષમાં એકવાર લાગશે કોરોના વેક્સિીન, કોરોના વેરિયન્ટથી સુરક્ષા મળશે

 

ન્યૂયોર્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને નવી વાર્ષિક વેક્સિનની જાહેરાત કરી છે. આ વેક્સિીનને ૧૨ વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ વર્ષમાં ૧ વખત લગાવી શકશે. બાઈડેને દાવો કર્યો છે કે નવી કોરોના વેક્સિન કોરોનાના ઓમિક્રોનથી સુરક્ષા આપશે. તેમણે કહ્યું કે જ્યારે કોરોનાની મૂળ વેકિસન બનાવવામાં આવી હતી, જ્યારે ઓમિક્રોન વેરિયન્ટ સામે પણ આવ્યો ન હતો. અમે નવી વેક્સિન લોન્ચ કરી રહ્યા છીએ. જે મોટાભાગના અમેરિકનો માટે છે. તેને દરેક વ્યક્તિ વર્ષમાં એકવખત લગાવી શકો છો. તેમણે કહ્યું કે આ અઠવાડિયાથી હજારો ફાર્મસીઓ, ડોક્ટરની ઓફિસ અને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રો, અન્ય સ્થળો પર ૧૨ વર્ષ અને તેનાથી વધારે ઉંમરના અમેરિકનોને કોવિડની નવી વેક્સિન લગાવવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે વાયરસના સ્ટ્રેન બદલાઈ રહ્યા છે, તેવી જ રીતે હવે આપણે પણ વેક્સિનને વાર્ષિક અપડેટ કરવી પડશે. જેથી તે વેરિયન્ટને ટારગેટ કરી શકાય. જેમ કે વાર્ષિક લૂ વેક્સિન ડોઝની જેમ. તેને પ્રાપ્ત કરવી પણ સરળ છે, તે ફ્રીમાં મળશે. જો તમે વેક્સિન લઈ ચૂક્યા છો અને ૧૨ વર્ષથી ઉપર છો. તો નવી કોરોના વેક્સિનનો ડોઝ લેજો. વર્ષમાં એકવખત આ વેક્સિનનો ડોઝ લેવાથી કોરોના સંક્રમિત થવાનું જોખમ ઓછું થઈ જશે. સાથે જ બીજામાં કોરોના ફેલાવવાનો ખતરો પણ ઓછો થશે. સાથે જ કોરોનાથી થનારા ગંભીર ખતરાને પણ ટાળી શકાશે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર રોશેલ વાલેન્સ્કીએ સીડીસી એડવાઈઝરી કમિટી ઓન ઈમ્યૂનાઈઝેશન પ્રેક્ટિસની તે ભલામણોનું સમર્થન કર્યુ હતું. જેમાં ૧૨ વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકોને ફાઈઝર-બાયોનટેક અને ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે મોડર્નાના અપડેટ થયેલા કોરોના વેક્સિીનના બૂસ્ટર ડોઝના ઉપયોગ માટે કહેવામાં આવ્યું હતું. કોરોના વેક્સિીનના અપડેટ કરવામાં આવેલા બૂસ્ટરમાં ઓમિક્રોનના BA.4 અને BA.5 સ્પાઈક પ્રોટીન કમ્પોનન્ટને જોડવામાં આવ્યું છે. જેથી આ નવા વેરિયન્ટને ટારગેટ કરી શકાય. (ગુજરાત ટાઈમ્સ સંકલન)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here