યુક્રેનમાં રશિયન સેનાને ભારે નુકસાન થતા રાષ્ટ્રપતિ પુતિન ભડક્યા

રશિયા: યુક્રેન યુદ્ઘમાં રશિયન સેનાને થયેલી ભારે જાનહાનિથી ગુસ્સે ભરાયેલા રાષ્ટ્રપતિ પુતિને તેમના ૧૫૦ જાસૂસોને કાઢી મૂકયા છે. આટલું જ નહિ અનેક જાસૂસોને જેલમાં મોકલવામાં આવ્યા છે. ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરતી ન્યુઝ એજન્સિ બેલિંગકેટે પોતાના રિપોર્ટમાં આ મોટો દાવો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ જાસૂસો રશિયાની કુખ્યાત જાસૂસી એજન્સી એફએસબીના હતા, જેને સોવિયત યુગની જાસૂસી સંસ્થા કેજીબીની જગ્યાએ બનાવવામાં આવી છે. પુતિન અગાઉ કેજીબીના જાસૂસ રહી ચૂકયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘણા એફએસબી જાસૂસોને જેલમાં મોકલવામાં આવ્યા છે.

પુતિને જે જાસૂસોને બરતરફ કર્યા હતા તેઓ પાંચમી સેવાના હોવાનું કહેવાય છે. આ વિભાગની રચના ૧૯૯૮માં કરવામાં આવી હતી. જયારે પુતિન એફએસબીના ડિરેકટર હતા. આ વિભાગનું કામ ભૂતપૂર્વ સોવિયત સંઘના દેશોની અંદર જાસૂસી કરવાનું હતું. કર્નલ જનરલ સર્ગઇ બેસેડા, ૬૮,૫મી સેવાના વડા, તેઓને નજરકેદમાં રાખવામાં આવ્યા હોવાનું કહેવાય છે. તે હવે કુખ્યાત યાતના જેલ લેફોર્ટોવોમાં બંધ છે. એવો દાવો કરવામાં આવી રહયો છે કે યુક્રેનમાં ગુપ્તચર નિષ્ફળતા માટે તેની સામે ટ્રાયલ થઇ શકે છે.

બેલિંગકેટના ડાયરેકટર ક્રિસ્ટો ગ્રોજેવે દાવો કર્યો હતો કે આ જાસૂસોને રશિયન હુમલા પહેલા રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલયને યુક્રેનની પરિસ્થિતિની ખોટી રીતે જાણ કરવા બાદ બરતરફ કરવામાં આવ્યા હતા. ગ્રોજેવે કહ્યું હું કહી શકું છું કે જો કે ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી નથી. તેઓ હવે એફએસબી માટે કામ કરશે નહિ. પુતિનને ગુપ્તચર એજન્સીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું જો રશિયન સેના હૂમલો કરશે તો મોટી સંખ્યામાં યુક્રેનીઓ તેમનું સ્વાગત કરશે. આ ઝડપ જીત તરફ દોરી જશે. વાસ્તવિકમાં તેનાથી વિપરીત બન્યું અને હજારો રશિયન સૈનિકો માર્યા ગયા અને ૪૦ દિવસથી વધુ સમય વીતી ગયો, પરંતું કોઇ સફળતા મળી નથી. યુક્રેનના રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે યુદ્ઘમાં અત્યાર સુધીમાં લગભગ ૨૦,૦૦૦ રશિયન સૈનિકો માર્યા ગયા છે. માનવામાં આવે છે કે આ જાસૂસોને હટાવ્યા બાદ પુતિનની ગાજ હવે રશિયાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પર પડી શકે છે. પુતિનને એવી પણ શંકા છે કે યુક્રેન પર હૂમલો કરવાની તેમની યોજના લીક થઇ ગઇ હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here