આનંદી રામાલિંગમ અને વીકે તિવારીની ઇન્ફોર્મેશન કમિશનર તરીકે નિમણુંક

રાજસ્થાનના હીરાલાલ સામરિયા દેશના પ્રથમ દલિત ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બન્યા છે. દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં હીરાલાલ સામરિયાને ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકેના શપથ લેવડાવ્યા. આ માહિતી રાષ્ટ્રપતિ ભવન દ્વારા આપવામાં આવી છે. હીરાલાલ સામરિયા હાલમાં માહિતી કમિશનર તરીકે ફરજ બજાવે છે. તેમણે શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સચિવ તરીકે પણ કાર્ય કરેલું છે. તેમની સાથે અન્ય બે માહિતી કમિશનરની પણ નિમણૂંક કરવામાં આવી છે. આનંદી રામાલિંગમ અને વીકે તિવારીને ઇન્ફોર્મેશન કમિશનર તરીકે નિમણુંક કરવામાં આવી છે.
હીરાલાલ સામરિયાની પસંદગી વડાપ્રધાન મોદીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવી હતી. IAS અધિકારી સમરિયાએ માહિતી કમિશનરના પદ પર કામ કર્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી પણ તેમની પસંદગી કરનાર સમિતિના સભ્ય છે. તેમણે બેઠકમાં હાજરી આપી ન હતી. તેમને બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટના 30 ઓક્ટોબરના આદેશ બાદ હીરાલાલ સામરિયાને નિમણૂંક કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ખાલી જગ્યાઓ ભરવા માટે કહ્યું હતું. જો ખાલી જગ્યાઓ ભરવામાં નહીં આવે તો 2005નો માહિતી અધિકાર કાયદો બિનઅસરકારક બની જશે તેવી ચેતવણી આપવામાં આવી હતી.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગને રાજ્ય માહિતી આયોગ (SIC)માં અધિકૃત માહિતી કમિશનરોની સંખ્યા, વર્તમાન ખાલી જગ્યાઓની કુલ સંખ્યા અને બાકી છે તે અંગે તમામ રાજ્યોમાંથી માહિતી એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. હીરાલાલ સામરિયા 1985 બેચના IAS અધિકારી છે. તે રાજસ્થાનના ભરતપુર જિલ્લાનો રહેવાસી છે. તેમનો જન્મ 14 સપ્ટેમ્બર 1960ના રોજ એક પહાડી ગામમાં થયો હતો. તેમણે વર્ષ 1982માં MNIT જયપુર રાજસ્થાન યુનિવર્સિટીમાંથી BE (સિવિલ) ઓનર્સની ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ તેઓ 1985માં તેલંગાણા કેડરમાં ભારતીય વહીવટી સેવામાં જોડાયા. તેમનો પુત્ર પિયુષ સામરિયા પણ IAS છે.
હીરાલાલ સામરિયા શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સચિવ અને અધિક સચિવ રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ વીજળી વિતરણ કંપની આંધ્રપ્રદેશના સીએમડી, આંધ્રપ્રદેશ ટ્રાન્સમિશન કોર્પોરેશનના સીએમડી અને સિંચાઈ વિભાગના સચિવ પણ રહી ચૂક્યંંંંંા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here