આનંદાલય સિનિયર સિટિઝન એસો.ના ઉપક્રમે જ્ઞાનવત્સલદાસ સ્વામીનું પ્રવચન


આનંદાલય સિનિયર સિટિઝન એસોસિયેશન વડોદરા દ્વારા સંસ્થાના સભ્ય દિનેશભાઈ નટવરલાલ શાહનાં 75 વર્ષની ઉજવણી ઉપરાંત દિનેશભાઈએ દામ્પત્યજીવનનાં 50 વર્ષ પૂર્ણ કરતાં સુવર્ણ જયંતીની ઉજવણી થઈ હતી. (ડાબે) દિનેશભાઈ શાહને સંસ્થા વતી બીએપીએસ સંસ્થા અટલાદરા-વડોદરાના સંત જ્ઞાનવત્સલદાસ સ્વામીએ શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. (બન્ને ફોટોસૌજન્યઃ દિનેશભાઈ શાહ)

વડોદરાઃ આનંદાલય સિનિયર સિટિઝન એસોસિયેશન વડોદરા દ્વારા બીએપીએસ સંસ્થા અટલાદરા-વડોદરાના સંત જ્ઞાનવત્સલદાસ સ્વામીનું વ્યાખ્યાન ‘મારું કુટુંબ, સુખી કુટુંબ’ યોજવામાં આવ્યું હતું. શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ વિજયભાઈ સોનાવાલાએ સ્વામીજી તેમ જ મહેમાનોને આવકાર આપી સ્વાગત કર્યું હતું. કૃષ્ણકાન્તભાઈ શ્રોફે સ્વામીજીનો પરિચય આપ્યો હતો. દિનેશભાઈ શાહને 75 વર્ષ પૂર્ણ થતાં હોવાથી સંસ્થા વતી સ્વામીજીએ તેમને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે એસોસિયેશનના સભ્ય દિનેશભાઈ નટવરલાલ શાહનાં 75 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત દિનેશભાઈએ દામ્પત્યજીવનનાં 50 વર્ષ પૂર્ણ કરતાં સુવર્ણ જયંતી ઊજવવામાં આવી હતી. આનંદાલયનાં સેક્રેટરી ભારતીબહેન ગોહિલ, દિનેશભાઈનાં પુત્રવધૂ બિનોલાએ ગીત રજૂ કર્યું હતું. આનંદાલયની પ્રણાલિકા મુજબ દર મહિનાના છેલ્લા સોમવારે એ મહિનામાં આવતાં જન્મદિન-લગ્નતિથિની ઉજવણી કરવામાં આવે છે. સંસ્થા તરફથી કોકિલાબહેન ચોકસીએ જે તે સભ્યોના ડિસેમ્બરમાં આવતાં જન્મદિન-લગ્નતિથિ નિમિત્તે અભિનંદન આપ્યાં હતાં.
અરુણાબહેન-દિનેશભાઈ શાહના લગ્નજીવનનાં 50 વર્ષ થયાં હોવાથી સંસ્થા તરફથી વિજયભાઈ સોનાવાલાએ તેમને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું. આઇપલેક્સનાં કાર્યકર્તા તેજસબહેન ચોકસીએ એક ક્લબ ‘બરોડા સિટી ક્લબ’ ની રચના કરી હોવાથી તેનો ટૂંકો પરિચય આપ્યો હતો, જેમાં હાલમાં ગુજરાતી સાહિત્ય-સંગીત-ફોટોગ્રાફી વગેરે ક્ષેત્રનાં 12 ગ્રુપ છે, આભારવિધિ ભારતીબહેન ગોહિલ અને વિજયભાઈ સોનાવાલાએ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here