આણંદમાં અમૂલની પ્રતિષ્ઠાભરી ચૂંટણીનું પરિણામ જાહેર

 

 

આણંદઃ સાત હજાર કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવતી આણંદની વિખ્યાત અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીના  પરિણામ જાહેર થતાં ઉમેદવારોના ટેકેદારોમાં પરિણામ જાણવા ભારે ઉત્તેજના જોવા મળી હતી. વિજેતા ઉમેદવારોએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. હાલનાં ચેરમેન રામસિંહ પરમારની પેનલનો ભવ્ય વિજય થતાં સમર્થકોએ અમૂલ ડેરીમાં ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો.

ધી ખેડા જીલ્લ સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ, આણંદ અમૂલના નિયામક મંડળની ચૂંટણી ૨૯ ઓગષ્ટના રોજ યોજાઇ હતી જેમાં ૯૯.૭૧ ટકા મતદાન થયું હતું. ૩૧ ઓગસ્ટના રોજ અમૂલ ડેરીમાં ચૂંટણી અધકારીના અધ્યક્ષપદે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આણંદ બેઠક ઉપર સૌથી વધુ પાંચ ઉમેદવારો સાથે ભાજપ તથા કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો અને કોંગ્રેસનાં ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાને ૪૧ મત જ્યારે ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારને ૩૭ મત મળતાં કોંગ્રેસના કાંતિભાઈ સોઢા પરમાર વીજેતા બન્યા હતા. પેટલાદ બેઠક ઉપર તેજસ પટેલ અને વિપુલ પટેલ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી અને માત્ર બે મતની સરસાઈ સાથે વિપુલભાઈ પટેલ વિજેતા થયા હતા. ખંભાત બેઠક ઉપર સીતાબહેન ચંદુભાઈ પરમારને ૭૩ મત, બાલાસીનોર બેઠક ઉપર રાજેશભાઈ પાઠકને ૬૨ મત, કઠલાલ બેઠક ઉપર ઘેલાભાઈ ઝાલાને ૪૮ મત, કપડવંજ બેઠક ઉપર શારદબહેન પટેલને બાવન મત, મહેમદાવાદ બેઠક ઉપર જુવાનસિંહ ચૌહાણને ૫૦ મત, માતર બેઠક ઉપર સંજયભાઈ પટેલને ૪૦ મત, નડીયાદ બેઠક ઉપર વિપુલભાઈ પટેલને ૫૮ મત અને વિરપુર બેઠક ઉપર શાભેસિંહ પરમારને ૪૧ મત મળતા તેઓનો વિજય થયો હતો. વિજેતા ઉમેદવારો દ્વારા અમૂલ ડેરીમાં  વિજયોત્સવ મનાવાયો હતો અને વિજેતા ઉમેદવારોએ સભાસદોનો આભાન્ય માની આગામી દિવસોમાં અમૂલને વધુ ઉંચા સ્તરે લઇ જવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here