સિંગાપોર અને ન્યૂયોર્ક વિશ્વના સૌથી મોંઘા શહેર 

 

સિંગાપોરઃ સિંગાપોર અને ન્યૂયોર્ક સંયુક્તપણે વિશ્વના સૌથી મોંઘા શહેર જાહેર કરવામાં આવ્યા છે. સિંગાપોરમાં અંદાજે ૫૦ લાખ ભારતીયો રહે છે. સિંગાપોરમાં મકાનના ભાડામાં ૨૦ ટકાનો વધારો થયો છે જ્યારે કાર રેન્ટમાં પણ ૩૦ ટકાનો વધારો થયો છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના વર્લ્ડવાઇડ કોસ્ટ અોફ લિવિંગ ઇન્ડેક્સના જાહેર કરાયેલા તારણોમાં આ માહિતી સામે આવી હતી. આ સરવેમાં ફાયનાન્સ મેનેજર્સ તથા માનવ સ્ત્રોતો દ્વારા જીવન જીવવા માટે થતા ખર્ચનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સરવે દર બે વર્ષે હાથ ધરવામાં આવે છે. સરવેમાં ૨૦૦થી વધુ પ્રોડક્ટ્સ અને સેવાઓના ખર્ચની વિગતો મેળવવામાં આવે છે. તાજા સરવેમાં વિશ્વના ૧૭૨ શહેરોમાં જીવન જીવવા માટેના ખર્ચની વિગતો મેળવવામાં આવી હતી. તારણો અનુસાર ૧૭૨ શહેરમાં ચાલુ વર્ષે જીવન જીવવા માટેના ખર્ચમાં ૮.૧ ટકાનો વધારો થયો છે. જે છેલ્લા ૨૦ વર્ષમાં સૌથી મોટો વધારો છે. સિંગાપોરમાં ઘર ખરીદવું કે ભાડે લેવું સૌથી મોંઘુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here