આઇટીવી ગોલ્ડની ભારતમાં એચડબ્લ્યુ ન્યુઝ નેટવર્ક સાથે વ્યૂહાત્મક ભાગીદારી


આઇટીવી ગોલ્ડના અશોક વ્યાસ


ઇન્ટરવ્યુ લેતા એચડબ્લ્યુ ન્યુઝ નેટવર્કના મેનેજિંગ
એડિટર અને ફાઉન્ડર
સુજિત નાયર
પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર અને
ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખ

ન્યુ યોર્કઃ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં પરીખ વર્લ્ડવાઇડ મિડિયાનો હિસ્સો ગણાતી અને ન્યુ યોર્કસ્થિત પ્રથમ સાઉથ એશિયન 24/7 ટેલિવિઝન ચેનલ આઇટીવી ગોલ્ડ દ્વારા ભારતમાં એચડબ્લ્યુ ન્યુઝ નેટવર્ક સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે. આઇટીવી ગોલ્ડે ભારતમાં મુંબઈમાં આવેલા અગ્રણી ડીજીલ અને ન્યુઝ પ્લેટફોર્મ ગણાતા એચડબ્લ્યુ ન્યુઝ નેટવર્ક સાથે વ્યૂહાત્મક ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા છે.
આઇટીવી ગોલ્ડ ભારતીય-અમેરિકનો વિશેના ન્યુઝ શો રજૂ કરે છે, જેમાં ઇન્ડો-કેરેબિયન કોમ્યુનિટી, સાઉથ એશિયનો અને ભારતથી આવતા નાગરિકોનો સમાવેશ થાય છે. આઇટીવી ગોલ્ડ ફિલ્મો અને ટીવી સિરિયલો સહિત ચોવીસે કલાક સતત મનોરંજન કાર્યક્રમો પણ પ્રસારિત કરે છે. આઇટીવી ગોલ્ડ 1985માં લોન્ચ થઈ હતી, જેને આ વર્ષે પરીખ વર્લ્ડવાઇડ મિડિયા દ્વારા હસ્તગત કરવામાં આવી છે. પરીખ વર્લ્ડવાઇડ મિડિયા યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીયો અને સાઉથ એશિયન ડાયસ્પોરાને સમાચારો આપતું અગ્રેસર મિડિયા હાઉસ મનાય છે.

અમેરિકામાં અન્ય મિડિયા પ્રોપર્ટી ઉપરાંત પરીખ વર્લ્ડવાઇડ મિડિયા અઠવાડિકો ન્યુઝ ઇન્ડિયા ટાઇમ્સ, દેશી ટોક ન્યુ યોર્ક, દેશી ટોક શિકાગો, ત્રિમાસિક અંગ્રેજી સામયિક યુએસ-ઇન્ડિયા ગ્લોબલ રિવ્યુ (થિન્ક ટેન્ક પરીખ ફાઉન્ડેશન ફોર ઇન્ડિયાઝ ગ્લોબલ ડેવલપમેન્ટના નેજા હેઠળ), ઓનલાઇન મેગેઝિન ઇન્ડિયન અમેરિકન, અઠવાડિક ગુજરાતી અખબાર ગુજરાત ટાઇમ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ન્યુઝ વેબસાઇટ ન્યુઝ ઇન્ડિયા ટાઇમ્સ અમેરિકામાં અગ્રણી ઇન્ડિયન અમેરિકન અને સાઉથ એશિયન પોર્ટલ ગણાય છે.

એચડબ્લ્યુ ન્યુઝ નેટવર્ક સૌથી ઝડપથી વિકસતું જતું પોલિટિકલ ડિજિટલ પ્લેટફોર્મ છે, જે ભારતમાં 20થી વધુ પ્લેટફોર્મ ધરાવે છે, જેમાં કેટેગરી લીડર્સમાં જિયો એક્સપ્રેસ, એમેઝોન ફાયર ટીવી, ન્યુઝ પોઇન્ટનો સમાવેશ થાય છે. આઇટીવી ગોલ્ડ સાથેના ટાઇ-અપ સાથે પોર્ટલની ક્ષમતા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપક બની ગઈ છે.
તાજેતરમાં મુંબઈમાં પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર અને ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખે એચડબ્લ્યુ ન્યુઝ નેટવર્કના મેનેજિંગ એડિટર અને ફાઉન્ડર સુજિત નાયર સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેઓનો હેતુ વૈશ્વિક દર્શકોને અનેકવિધ સમાચારો પૂરા પાડવાનો છે. ડો. સુધીર પરીખે જણાવ્યું હતું કે આ ટાઇ-અપ ભારતીય ડાયસ્પોરાની ભારત સાથે, ભારતમાં બનતી ઘટનાઓ-સમાચારો, ખાસ કરીને રાજકીય-સામાજિક ક્ષેત્રે બનતી ઘટનાઓ સાથે જોડાયેલા રહેવાની ઇચ્છાને પ્રોત્સાહન આપશે.

ડો. સુધીર પરીખે જણાવ્યું હતું કે યુ-ટયુબ ઉપર ઉપલબ્ધ આઇટીવી ગોલ્ડનું ધ્યેય નજીકના ભવિષ્યમાં અમેરિકામાં પ્રથમ સ્થાન મેળવવાનું છે અને ભારતમાં પોતાના સમાચારો સાથે લોકપ્રિય બનવાનું છે.
ડો. પરીખે જણાવ્યું હતું કે જ્યારથી પરીખ વર્લ્ડવાઇડ મિડિયાએ આઇટીવી ગોલ્ડ હસ્તગત કર્યું છે, અમેરિકામાં સમુદાયના કાર્યક્રમોના કવરેજમાં વ્યાપક સ્તરે વધારો થયો છે, અને અમે અમારા ઇમિગ્રેશન, હેલ્થ મુદ્દાઓ, રાજકીય કવરેજ વધારવાનું આયોજન કરીએ છીએ જેના થકી ફક્ત અમેરિકામાં જ નહિ, પરંતુ ભારતમાં પણ અમે પહોંચી શકીશું.
લોવ લિન્ટાસના ભૂતપૂર્વ એક્ઝિીક્યુટિવ ડિરેક્ટર સુજિત નાયરે જણાવ્યું હતું કે અમારું વિઝન વાસ્તવિક ભારતને, તેના વિજયોને, તેની ઉજવણીઓને, તેના પડકારોને દુનિયા સમક્ષ લઇ જવાનું છે અને આ સહકાર અમને તે દિશા તરફ લઈ જવામાં મદદરૂપ થશે તેવી આશા છે.

સુજિત નાયર એચડબ્લ્યુ ન્યુઝ નેટવર્ક પર બે ખૂબ જ લોકપ્રિય શો ચલાવે છે, જેનાં નામ ટ્રુથ બી ટોલ્ડ અને એડિટોરિયલ છે, જેનો આનંદ ભારતના દર્શકો માણી રહ્યા છે.
સુજિત નાયરે જણાવ્યું હતું કે ભારતમાં અને અમેરિકામાં આઇટીવી ગોલ્ડ-એચડબ્લ્યુ ન્યુઝ નેટવર્કના સંયુક્ત પ્રસારણ દ્વારા અમે યુએસ ઇમિગ્રેશન લો, વ્યાપારની તકો, ઇન્ડીયન ડાયસ્પોરા વિશે ભારતમાં 17 મિલિયન દર્શકો માટે પ્લેટફોર્મ પૂરું પાડીશું. આ ઉપરાંત અમે ભારતની બદલાતી નીતિઓ, સરકારી નીતિનિયમો-બેન્કિંગના નિયમો વગેરે વિશેની માહિતી પણ આપીશું. બન્ને ટીવી ચેનલો વચ્ચેનું આ જોડાણ ભારતીય બ્રાન્ડ અને સર્વિસને અમેરિકી બજારમાં તક પૂરી પાડશે, એ જ રીતે અમેરિકી બ્રાન્ડ અને સર્વિસને પણ ભારતીય બજારમાં તક આપશે.

સુજિત નાયરે ઇન્ડિયા અગેઇન્સ્ટ ચાઇલ્ડ એબ્યુઝ નામનું સેલ્ફ-હેલ્પ ગ્રુપની સ્થાપના કરી છે જે બાળકોને થતી હેરાનગતિ સામે અવાજ ઉઠાવવાનું અને બાળકોને તેમના હકો અપાવવાનું કામ કરે છે. આ ટાઇ-અપ અજોડ છે, કારણ કે પ્રથમ વાર ઇન્ડિયન ડિજિટલ ચેનલ અને મેઇનલાઇન યુએસ ટેલિવિઝન નેટવર્ક એકબીજા સાથે કન્ટેન્ટ માટે સહકાર કરી રહ્યા છે.

આઇટીવી ગોલ્ડે એચડબ્લ્યુ ન્યુઝ નેટવર્ક ઉપર રાતે દસથી અગિયાર વાગ્યાના પ્રાઇમટાઇમ બેન્ડ દરમિયાન ફીચર શો શરૂ કર્યા છે, જે અંતર્ગત દર્શકોને મુદ્દા-આધા્રત ઘટનાઓ, ભારતીય રાજકારણીઓના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ અને તેમની સાથેની હાર્ડ ટોક જોવા મળશે.
બીજી બાજુ આઇટીવી ગોલ્ડના ન્યુઝ અને એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રોની માહિતી પણ એચડબ્લ્યુ ન્યુઝ નેટવર્ક પર દર્શાવાઈ રહી છે જેનો લાભ ભારતીય દર્શકો માણી રહ્યા છે.
હાલમાં એચડબ્લ્યુ ન્યુઝ નેટવર્કના 6.3 મિલિયન દર્શકો છે. આઇટીવી ગોલ્ડ પાસે 4.8 મિલિયન દર્શકો છે જેમાં 3.18 કરોડ ભારતીય-અમેરિકનો છે.
બન્ને ટીવી ચેનલો વચ્ચેની ભાગીદારી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સમાચારો અને મુદ્દા આધારિત ઘટનાઓના શો દર્શાવવાના સ્વરૂપને બદલશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here