અમેરિકાના પ્રમુખપદના રિપબ્લિકન પાર્ટીના સંભવિત ઉમેદવાર ટ્રમ્પ

Official portrait of President Donald J. Trump, Friday, October 6, 2017. (Official White House photo by Shealah Craighead)

 

વોશિંગ્ટનઃ ફલોરિડા જેવા પોતાના ગૃહ રાજ્યમાંથી વચનબદ્ધ ડેલિગેટ્સ તરફથી સમર્થન માટે  પૂરતા મત મેળવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના અમેરિકાના પ્રમુખપદના સંભવિત ઉમેદવાર બન્યા હતા. નેશનલ ડેલિગેટ કાઉન્ટ અનુસાર, ટ્રમ્પને ૧૩૩૦ મત મળ્યા હતા. ૨૫૫૦ પ્લેજ્ડ (વચનબદ્ધ) ડેલિગેટ્સ પૈકી ડોનાલ્ડ ટ્રમ્પને ૧૨૭૬ મત મળ્યા હતા. હવે ઓગસ્ટમાં મળનારી રિપબ્લિકન નેશનલ પરિષદમાં ટ્રમ્પને સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવશે. એક નિવેદનમાં ટ્રમ્પના પ્રચારઝુંબેશ દ્વારા કહેવામાં આવ્યું હતું કે  તેમના ગૃહ રાજ્ય ફલોરિડામાં પ્રાઇમરીઓએ તેમને જ પ્રમુખપદના ઉમેદવાર જાહેર કર્યા હતા.

દરમિયાન ડેમોક્રેટિક પાર્ટીના જો બિડેન  પ્રમુખપદના પ્રબળ ઉમેદવાર બનવા તરફ આગળ વધી રહ્યા છે. તેમણે નજીકના હરીફ બર્ની સેન્ડર્સને ત્રણ મહત્ત્વના પ્રાઇમરીઝ ફલોરિડા, ઇલિનોઇસ અને એરિઝોનામાં પાછળ ધકેલી દીધા હતા. આમ, હવે તેઓ ટ્રમ્પ સામે રિપબ્લિકન પાર્ટીના સંભવિત ઉમેદવાર બનશે. ૭૭ વર્ષના બિડેને વેર્મોન્ટના ૭૮ વર્ષના સેનેટર સેન્ડર્સને પાછળ રાખી દીધા હતા. મંગળવારે જ્યાં પ્રાઇમરીઝની ચૂંટણી થવાની છે એ ઓહાયામાં કોરોનાને કારણે મતદાન મોકૂફ રખાયું હતું. મંગળવાર સુધીમાં બિડેનને ૧૧૨૧ વચનબદ્ધ ડેલિગેટ્સનું સમર્થન મળ્યું હતું, જ્યારે સેન્ડર્સને ૮૩૯ ડેલિગેટ્સનો ટેકો મળ્યો હતો. રિપબ્લિકન પાર્ટી પહેલાં કરતાં વધારે સંગઠિત-ઊર્જાવાન બની છે, આનું કારણ છે ટ્રમ્પનું નેતૃત્વ, ઓમ બ્રાડ પાર્સકાલે કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here