અમેરિકન વેપારી દર્શન પટેલે ભારતમાં વંચિત અને શ્રમિક પરિવારોને મદદ કરી

 

મહેસાણાઃ ભારતના જન્મેલા અમેરિકન વેપારી અને યુનાઈટેડ સ્ટેસ્સમાં સૌથી વિશાળ ભારતીય-અમેરિકન સુપરમાર્કેટ ચેઈન પટેલ બ્રધર્સ, દલાસ રિજનના ભાગીદાર દર્શન પટેલ કોવિડ-૧૯ મહામારીથી અસરગ્રસ્ત ભારતીય પરિવારો અને શ્રમિકોની વહારે આવ્યા છે. આ ભારતીય- અમેરિકા વેપારીએ કોવિડ-૧૯ને લીધે ઉદભવેલી વર્તમાન કટોકટીમાં વંચિત પરિવારોને અનાજ અને મૂળભૂત જરૂરતની વસ્તુઓ પૂરી પાડવા માટે ભારતની અગ્રણી એનજીઓ સ્માઈલ ફાઉન્ડેશન સાથે સહયોગ સાધીને પોતાના વતન ગુજરાત અને ભારતનાં અન્ય શહેરોમાં વંચિત પરિવારો અને શ્રમિકોને મદદરૂપ થવાનો હેતુ ઘોષિત કર્યો છે.

દર્શન પટેલે જણાવ્યું હતું કે હું માનું છું કે આવા પડકારજનક સમયમાં મારા દેશ અને દેશવાસી તરીકે આગળ આવું અને આ કામમાં ટેકો આપું તે મહત્ત્વપૂર્ણ છે. આ કટોકટીના સમયમાં એનજીઓ અને સ્થાનિક મદદ સાથે મારી સહાય આપવા અને મારી સફળતા અને વૃદ્ધિમાં ટેકો આપનાર દેશને ટેકો આપવાની બેહદ ખુશી છે. હું બધા ભારતીયોને કોરોનાવાઈરસ સામે એકત્ર મળીને લડવામાં રાષ્ટ્રને મદદરૂપ થવા માટે આગળ આવવા અને મદદરૂપ થવા માટે અનુરોધ કરું છું, એમ પણ તેમણે જણાવ્યું હતું.

લોકડાઉનને લીધે બધી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ બંધ છે અને અવરજવર પર નિયંત્રણ આવ્યા છે ત્યારે ખાસ કરીને શ્રમિકો સહિત વંચિત પરિવારના જીવનને આજીવિકા ગુમાવવાથી બહુ જ માઠી અસર થઈ છે. દર્શન પટેલે કરિયાણું, રોજની જરૂરી ચીજો, સેનિટરી પેડ્સ, સેનિટાઈઝર્સ, માસ્ક વગેરે લેવાનું શક્ય નહીં હોય તેમને મદદરૂપ થવા દાન કર્યું છે.

દર્શન પટેલ ભારતમાં જન્મેલા અમેરિકન વેપારી છે અને પટેલ બ્રધર્સ, ડલાસ રિજનના ભાગીદાર છે, જેનો ધ્યેય અમેરિકામાં સેલિબ્રેટિંગ અવર ફૂડ… અવર કલ્ચર છે. પટેલ બ્રધર્સ ઈન્ક. (પટેલ બ્રધર્સ તરીકે વેપાર કરતી) હેનોવર પાર્ક, ઈલિનોઈસમાં સ્થિત ભારતીય- અમેરિકા સુપરમાર્કેટ ચેઈન છે. પટેલ બ્રધર્સ યુનાઈટેડ સ્ટેટ્સમાં ૧૯ રાજ્યનાં ૫૭ સ્થળે સૌથી વિશાળ ભારતીય-અમેરિકા સુપરમાર્કેટ ચેઈન છે, જેની મુખ્યત્વે વિશાળ ભારતીય વસતિને કારણે ન્યુ જર્સીમાં વિશેષ હાજરી છે. (માહિતી સૌજન્યઃ વિરેન્દ્ર રામી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here