બેકલોગ ઘટાડવા અને પ્રિમિયમ પ્રોસેસિંગ વધારવા માટે USCISના પ્રયાસો

0
1001લિગલ ઇમિગ્રેશન સિસ્ટમ પર ભારણ વધ્યું છે ત્યારે તેને હળવું કરવા માટે USCIS તરફથી ત્રિપાંખીયા પ્રયાસો શરૂ થઈ રહ્યા છે. કાર્યદક્ષતા લાવીને તંત્રને વધારે ચૂસ્તી સાથે કામ કરતું કરાશે. USCIS એજન્સી પ્રમાણે બેકલોગ ઘટાડવાનો નવો ટાર્ગેટ આપશે, વધારે કેટલાક ફોર્મ્સમાં પ્રિમિયમ પ્રોસેસિંગનો વ્યાપ વધારશે અને વર્ક પરમીટ દસ્તાવેજો સમયસર મળે તેના પર ધ્યાન કેન્દ્રીત કરાશે. કોવીડ-19 રોગચાળાને કારણે આવેલી મુશ્કેલીઓ અને અગાઉની સરકાર તરફથી મર્યાદિત બજેટ મળ્યું હતું તેના કારણે USCISમાં પેન્ડિંગ કેસીસ વધી ગયા હતા અને પ્રોસેસિંગ ટાઇમ વધી ગયો છે.
બાઇડન સરકાર હવે સક્રિય બનીને આમાં સુધારો લાવી રહી છે અને તે પ્રમાણે USCIS બેકલોગ અને પ્રોસેસિંગ ટાઇમ ઘટાડવા માટે કામે લાગી છે.
USCISના ડિરેક્ટર યુ. એમ. જેડૉ કહે છે, “USCIS દરેકને ઝડપી નિર્ણય મળી જાય તે માટે પ્રતિબદ્ધ છે. અમે જે દરેક અરજીનો નિર્ણય કરીએ છીએ તેની સાથે ઇમિગ્રન્ટ્સ અને તેમના પરિવારની આશા અને સપનાં જોડાયેલાં હોય છે. તેની સાથે આર્થિક સ્થિરતા અને માનવીય રક્ષણ પણ જોડાયેલા છે.
પ્રોસેસિંગ બેકલોગ ઘટાડવાનો પ્રયાસ
પેન્ડિંગ કેસ લોડ ધટાડવા આ મહિનાથી કેટલા આંતરિક સમયમાં પ્રોસેસિંગ થવી જોઈએ તેની નવી સાયકલ લાગુ કરાશે. કર્મચારીઓ માટે બેકલોગ ઘટાડવા લક્ષ્યાંકો નક્કી કરવામાં આવશે, અને તે રીતે પ્રોસેસનો સમય ઘટાડવા કોશિશ થશે. સાયકલ ટાઇમમાં સુધારો થશે તે સાથે પ્રોસેસિંગ ટાઇમમાં પણ સુધારો થશે અને અરજદારોને વધારે ઝડપથી નિર્ણય મળી જશે. USCIS કાર્યક્ષમતા વધારશે, ટેક્નોલૉજી સુધારશે અને વધારે સ્ટાફ રાખશે જેથી FY 2023ના અંત સુધીમાં લક્ષ્યાંકો હાંસલ થઈ શકે.
અરજી મળે અને તેની ચકાસણી કરીને નિર્ણય લેવામાં આવે તે સમગ્ર પ્રક્રિયામાં કેટલો સરેરાશ સમય લાગશે તે USCIS દ્વારા જણાવાયેલું હોય છે. USCIS આંતરિક રીતે પણ પેન્ડિંગ કેસ કેટલા છે તેને મોનિટર કરતી હોય છે, જેને સાયકલ ટાઇમ ગણીને વર્કલોડ નક્કી કરાતો હોય છે. કેટલા પેન્ડિંગ કેસ છે અને સરેરાશ સમય પ્રમાણે કેટલા મહિના લાગશે તેના આધારે સાયકલ ટાઇમ નક્કી થતો હોય છે. તેના પરથી એ પણ નક્કી કરી શકાતું હોય છે કે સમયસર કામ પૂરું કરવા માટે કેટલી ઝડપ કરવી પડશે અથવા બેકલોગ દૂર કરવા કેટલી ઝડપ થઈ રહી છે.
પ્રિમિયર પ્રોસેસિંગ વધારાશે
ગૃહ મંત્રાલયને આખરી નિયમો જાહેર કરી દીધા છે જેના આધારે ઇમરજન્સી સ્ટોપેજ USCIS સ્ટેબેલાઇઝેશન ઍક્ટ પ્રમાણે પ્રિમિયમ પ્રોસેસિંગના નિયમો નક્કી થઈ શકે. કેટલી પ્રિમિયમ પ્રોસેસિંગ ફી લેવી અને કેટલા સમયમાં પ્રોસેસિંગ થશે તેના નિયમો આ રીતે નક્કી થતા હોય છે.
હાલમાં નોન ઇમિગ્રન્ટ વર્કરની પિટિશન માટેના Form I-129 તથા Form I-140 હેઠળ રોજગારી આધારિત કેટલાક ઇમિગ્રન્ટ વીઝાની પિટિશન માટે પ્રિમિયમ પ્રોસેસિંગ સર્વિસ મળે છે. નવા નિયમ પ્રમાણે વધારે કેટલા ફોર્મ્સ માટે પ્રિમિયમ પ્રોસેસિંગ કરી શકાશે – નોન ઇમિગ્રન્ટ સ્ટેટ્સ લંબાવવા તથા ફેરફાર કરવા માટેના Form I-539; એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન માટેના Form I-765; અને એડિશનલ ક્લાસિફિકેશન માટેના Form I-140 માટે પણ પ્રિમિયમ પ્રોસેસિંગ લાગુ પડશે.
નાણાકીય વર્ષ 2022માં તબક્કાવાર Form I-539, Form I-765 અને Form I-140 માટે પ્રિમિયમ પ્રોસેસિંગ શરૂ કરશે. પ્રિમિયમ પ્રોસેસિંગને કારણે નિયમિત પ્રોસેસિંગના સમયમાં વધારો ના થવા જોઈએ તેવા સંસદના આદેશનું પાલન કરીને USCIS આ કાર્યવાહી કરશે. Form I-140થી આની શરૂઆત થશે અને તબક્કાવાર અન્ય ફોર્મમાં થશે.
એમ્પ્લોયમેન્ટ ઑથોરાઇઝેશન ડૉક્યુમેન્ટ્સ માટે સુધારો
અમુક રિન્યુઅલ માટેની અરજીમાં આપોઆપ એક્સટેન્શન મળી જાય તે દિશામાં ફાઈનલ રુલ નક્કી કરવા માટે USCIS પ્રયત્નશીલ છે. હાલના સમયમાં EADની કેટલીક પ્રોસેસને સરળ કરવાનું શરૂ પણ કરાયું છે. અમુક EADs માટે વેલિડિટી સમય વધારવો, આરોગ્ય અને ચાઇલ્ડ કેર વર્કરને ઝડપથી રિન્યૂઅલ આપવું વગેરે દિશામાં કામગીરી શરૂ થઈ છે. આ પ્રગતિ થઈ રહી છે તેના આધારે ફાઇનલ રુલ નક્કી કરાશે, જેથી અરજી પેન્ડિંગ પડી હોય તે દરમિયાન વર્કરનું સ્ટેટસ જતું ના રહે.

અમેરિકાના ઇમિગ્રેશન અને નેશનાલિટી અંગેના આ પ્રકારના નિયમો તથા અન્ય બાબતો વિશે તમે વિગવવાર જાણવા માગતા હો તો તમે અમારા NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે ઇમેઇલ કરો [email protected] અથવા ફોન કરો 201-670-0006 (104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com.

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here