અમેરિકન કોલેજ ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીનાં પ્રમુખ તરીકે ડો. સુનંદા કાણે

ન્યુ યોર્ક પેન્સિલવેનિયામાં ફિલાડેલ્ફિયામાં આયોજિત અધિવેશનમાં મિનેસોટામાં વસતા ભારતીય-અમેરિકન આઠમી ઓક્ટોબરે અમેરિકન કોલેજ ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીનાં વડાં તરીકે ચૂંટાયાં હતાં. ડો. સુનંદા કાણે મિનેસોટામાં મેયો કિલનિક રોચેસ્ટરમાં મેડિસિનના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ અને પ્રોફેસર છે, જેમની નિમણૂક અમેરિકન કોલેજ ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના 2018-2019નાં પ્રેસિડન્ટ તરીકે સભ્યો દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થા નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન છે, જેના લગભગ 86 દેશોમાં 14 હજાર કિલનિીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટો અને અન્ય સ્પેશિયલિસ્ટ સભ્યો છે. ડો. કાણે સત્તાવાર રીતે આ અઠવાડિયે આયોજિત કોલેજની વાર્ષિક વૈજ્ઞાનિક બેઠકમાં અને પોસ્ટ ગ્રેજયુએટ કોર્સમાં પ્રમુખપદનો હોદ્દો ધારણ કરી રહ્યાં છે. ડો. કાણેએ 135 મૂળ સંશોધનપત્રો, 50 રિવ્યુ, 25 બુક ચેપ્ટર રજૂ કરેલાં છે.
ડો. કાણેએ જણાવ્યું હતું કે પ્રમુખ તરીકે મારી ફરજ એસીજીના સંશોધકોને શિક્ષણ અને સંશોધન માટે હિમાયત કરવી અને ક્લિનિશિયનોને તેમની જરૂરિયાતો પૂરી પાડવાનો હેતુ છે. તેમણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી બાયોલોજિકલ સાયન્સમાં બી. એસ.ની ડિગ્રી મેળવી હતી. યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસમાંથી તેમણે પબ્લિક હેલ્થ ઇન બાયોસ્ટેટેસ્ટિકસ એન્ડ એપિડેમીયોલોજીમાં એમ. એસ.ની ડિગ્રી લીધી હતી. યુનિવર્સિટી ઓફ શિકાગોમાથી તેમણે ગેસ્ટ્રો-એન્ટ્રોલોજીમાં ફેલોશિપ મેળવી હતી. તેઓ 2012-15માં કોલેજના કવોલિટી કાઉન્સિલના ડિરેકટર હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here