જાણીતા અંગ્રેજી નવલકથાકાર ચેતન ભગતે ફિલ્મ – વિવેચકોને સલાહ આપીઃ મહેરબાની કરીને સુશાંત સિંહની આખરી ફિલ્મઃ દિલ બેચારાના અવલોકન કરતાં ઓવરસ્માર્ટ બનતા નહિ..

 

   રાજીવ મસંદ જેવા વિવાદાસ્પદ અને પૂર્વગ્રહમંડિત ફિલ્મ- વિવેચકો ફિલ્મના દર્શકો માટે કે એના નિર્માતાઓ અને કલાકારો માટે શું ઉપયોગી કે માર્ગદર્શક  બને છે ખરા? સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મો માટે હંમેશા નકારાત્મક સમીક્ષા લખનારા રાજીવ કે એના જેવા અન્ય કહેવાતા ઈન્ટેલેકચ્યુઅલ્સ કે ચાંપલું અને ચબરાકિયું અંગ્રેજી લખનારા – બોલનારા અંગ્રેજી માધ્યમોના ફિલ્મ- પત્રકારોને ઉદે્ેશીને ચેતન ભગતે સતત 9 ટવીટસ કરીને સમીક્ષકોને સલાહ આપી છે.નિષ્પક્ષ કામ કરવાની, નિષ્પક્ષ રહીને લખવાની, ગમે તેવો બકવાસ નહિ કરવાની શિખામણ આપી છે. ચેતન ભગતે લખ્યું છેઃ તમે અગાઉ પણ અનેક લોકોની જિંદગી બરબાદ કરી ચુક્યા છો, હવે અટકી જાવ. 

  અંગ્રેજી બોલનારા કેટલાક ક્રિટિક તરફ નિશાન તાકીને તેઓ કહે છેઃ આવા સમફિલ્મ- સમીક્ષકો દેખાય તો છે ભારતીય જેવા, પણ તેઓ અંદરથી- આંતરિક રીતે અંગ્રેજ હોય છે. તે લોકોને ભારતીયો પ્રત્યે નફરત છે. ચેતન ભગતે ફિલ્મ જગતના મોટા ગજાના એકટર અને સ્ટારોને અપીલ કરી હતી કે, તેઓ આવા સમીક્ષકોને સુરક્ષા ના આપે, તેમનો બચાવ ના કરે્. દિલ બેચારા 24 જુલાઈના નવા ઓટીટી પ્લેટફોર્મ  પર રિલિઝ થઈ રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here