પૂર્વ CJI  રંજન ગોગોઈએ રાજ્યસભાના સભ્ય તરીકે લીધા શપથ

 

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે ૧૨મો દિવસ છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. આ દરમિયાન વિપક્ષના કેટલાક સાંસદોએ હોબાળો પણ કર્યો. કેટલાક સાંસદોએ શેમ-શેમના સૂત્રોચ્ચાર કર્યા. 

સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ રાજ્યસભાના સભ્ય તરીકેના શપથ લીધા હતા. શપથગ્રહણ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા. પૂર્વ ચીફ જસ્ટી રંજન ગોગોઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. કેન્દ્ર સરકાર તરફથી સોમવારે મોડી સાંજે નોટિફિકેશન જાહેર કર્યું હતું.

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ તરફથી રાજ્યસભામાં ૧૨ સભ્ય નોમિનેટ કરવામાં આવે છે. સભ્ય જુદાં-જુદાં ક્ષેત્રોની કોઈપણ નામીઅનામી હસ્તીઓ હોય શકે છે. એવામાં હવે રાષ્ટ્રપતિએ પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને રાજ્યસભાના સભ્ય બનાવવા માટે પસંદ કર્યા છે. રંજન ગોગોઈ ૧૭ નવેમ્બર ૨૦૧૯ને CJI પદ પરથી નિવૃત્ત થયા હતા. આ પદ પર તેમનો કાર્યકાળ લગભગ સાડાતેર મહિનાનો રહ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here