અમદાવાદીઓમાં લોકજાગૃતિનાં દર્શનઃ સોસાયટી-ફલેટમાં મહેમાનો-ફેરિયાઓને ‘નો એન્ટ્રી’

 

અમદાવાદઃ અમદાવાદીઓમાં લોકડાઉન દરમિયાન લોકજાગૃતિના દર્શન જોવા મળી રહ્યાં છે. શહેરની સોસાયટી-ફલેટમાં મહેમાનો પર પ્રતિબંધ મૂકાયો છે. એટલુ જ નહીં, ફેરિયા તથા લારીવાળાઓ માટે ય પ્રવેશ બંધ કરાયો છે. સોસાયટી-ફલેટના ચેરમેનોએ સભ્યોને કડક તાકીદ કરી છે કે, જો આ નિયમોનો ભંગ કરાશે તો દંડ લેવાશે. આમ, હવે કોરોના વધશે તેવી દહેશતને પગલે લોકો જ જાગૃત થઇ રહ્યાં છે.

પશ્ચિમ વિસ્તારના કેટલાંય ફલેટ-સોસાયટીમાં તો બોર્ડ લાગ્યાં છે કે, બહારની વ્યક્તિએ સોસાયટી-ફલેટમાં આવવું નહીં. ફલેટ-સોસાયટીના રહીશોને ય અત્યારની સ્થિતીને જોતાં મહેમાનો-બહારની વ્યક્તિને ન બોલાવવા કડક તાકીદ કરાઇ છે. શાકભાજીથી માંડીને વિવિધ ચીજવસ્તુઓ લઇને આવતાં ફેરિયાઓને ય હવે  પ્રવેશ અપાતો નથી. એટલું જ નહીં, સોસાયટી-ફલેટના રહીશોને ય સવાર અને સાંજ સિવાયના સમયે ઘરની બહાર નીકળવા પર મનાઇ ફરમાવવામાં આવી છે. 

સોસાયટી-ફલેટના દરવાજે સિક્યુરિટી ગાર્ડ જ રહીશોને સેનેટાઇઝર્સ લગાવ્યા બાદ પ્રવેશ આપી રહ્યાં છે. બહાર જતાં રહીશોને માસ્ક પણ આપી રહ્યાં છે. સોસાયટીમાં માસ્ક-સેનેટાઇઝર્સનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. (ગુજરાત ટાઇમ્સ સંકલન)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here