અમદાવાદમાં સંતો-મહંતોની હાજરીમાં ડો. પ્રવીણ તોગડિયા અનિશ્ચિત મુદતના ઉપવાસ પર

0
828

વિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડિયા સવારે 11વાગ્યાથી વિશ્વ હિંદુ પરિષદના મુખ્ય કાર્યાલય વણકરભવન સામના મેદાનમાં એમના હજારો સમર્થકોની હાજરીમાં એમનું અનશન શરૂ કર્યું હતું. તેમના જણાવ્યા અનુસાર,. દેશભરમાં આશરે 500 સ્થળો પર ઉપવાસ આંદોલન શરૂ થયું છે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો અનશન કરી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, દેશમાં બજરંગદળના 90 ટકા કાયૅકરો અને વિશ્વ હિંદુ પરિષદના 60 ટકા સભ્યો ડો. તોગડિયાના સમર્થનમાં આ અનશન કાર્યક્રમમાં જોડાયા છે. કેરળથી આસામ અને જલંધરથી ચંડીગઢ સુધી કુલ 500 સ્થળો પર લોકો ઉપવાસ પર બેઠાં છે. તેમણે કહ્યું હતું કે, છેલાલા ચાર વરસથી  કેન્દ્રમાં ભાજપની સરકાર સત્તા પર હોવા છતાં અયોધ્યા ખાતે રામ મંદિરનું નિર્માણ, દેશમાં ગૌહત્યા બંધી તેમજ ભારતમાં વસનારા તમામ ભારતીય નાગરિકો માટે કોમન સિવિલ કોડના કાયદા બન્યા નથી, તે બનાવવાની મારી માગણી છે. કાશ્મીરમાં 4 લાખ હિંદુઓને પુનઃ એમના ધરમાં વસાવો . ભાજપ, વિશ્વ હિંધુ પરિષાદ અને બજરંગ દળ- ત્રણે સંગઠનોની ઉપરોક્ત માગણીઓને અમલમાં મૂકવા માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી. કોંગ્રેસના શાસનકાળમાં આ માગણીઓ કરવી ભાજપને સારી લાગતી હતી અને હવે જયારે કેન્દ્રમાં ખુદ ભાજપની સરકાર સત્તા સંભાળી રહી છે ત્યારે આ માગણીોને ભૂલાવી દેવામાં આવી છે. દેશમાં ગેરકાયદે ઘુસી ગયેલા બાંગ્લાદેસીઓને પરત મોકલવામાં આવે – એ પણ અમારી માગણી છે. દર વરસે એક કરોડ લોકોને નોકરીઓ આપવાનું ભાજપે ચૂંટણી સમયે વચન આપ્યું હતું, તે પ્રમાણે યુવાન બેકારોને નોકરી આપવાની વ્યવસ્થા કરો. હાલમાં આપણા દેશમાં શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું હોવાથી શિક્ષણ દિન પ્રતિદિન મોંધું થતું જાય છે. સરકારે આ અંગે કડક પગલાં ભરીને શિક્ષણને સસ્તુ કરવું જોઈએ. સરકારે ખેડૂતોનાં દેવા માફ કરી દેવાં જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here