ટેક્સમાં પારદર્શિતા અને ઇમાનદાર ટેક્સ ભરનારા લોકોના સન્માન માટે એક મંચ

 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશમાં ટેક્સમાં સરળતા અને ટેક્નિકલ સુધારા સાથે નવા ટેક્સ પ્લેટફોર્મની શરૂઆત કરી છે જેમાં ટેક્સ આપનારા લોકોને સુવિધાઓ મળશે.

તેમણે ગુરુવારે ટેક્સમાં પારદર્શિતા અને ઈમાનદાર ટેક્સ ભરનારા લોકોના સન્માન માટે આ મંચની શરૂઆત કરી છે. જેથી ટેક્સ ભરવાની પ્રણાલીમાં સુધાર આવશે તથા ટેક્સ-પેને સરળ બનાવવા માટે આવી કોશિશોને તાકાત મળશે.

વડા પ્રધાને નરેન્દ્ર મોદીએ બુધવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ગુરુવારે સવારે ૧૧ વાગ્યે પારદર્શી કરવેરા અને ઈમાનદાર ટેક્સ ભરનારાઓનાં સન્માન માટેનું એક મંચ શરૂ કરવામાં આવશે. આનાથી આપણી કર પ્રણાલીમાં સુધાર થશે અને તેને સરળ બનાવવાના પ્રયત્નોને વેગ મળશે. આનાથી ઘણાં પ્રામાણિક કરદાતાઓને લાભ થશે, જેમની મહેનત દેશનાં વિકાસને શક્તિ આપશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ આ યોજનાને ભારત માટે સરળ અને પારદર્શી ટેક્સ માટેની વ્યવસ્થા દર્શાવતા કહ્યું કે આ ટેક્સની સરળ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં જૂદા જૂદા ઉદ્યોગ મંડળો, વ્યાપાર સંગઠન, ચાર્ડટ એકાઉન્ટન્ટસ અને મોટા કરદાતાઓ સામેલ હતાં. વડા પ્રધાને જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મમાં ફેસલેસ આકારણી, ફેસલેસ અપીલ અને ટેક્સપેયર ચાર્ટર જેવા મોટા રિફોમર્સ છે અને કહ્યું કે ફેસલેસ એસેસ્મેન્ટ અને ટેક્ષપેયર ચાર્ટર આજથી લાગુ થઈ ગયું છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશનાં ઈમાનદાર ટેક્સપેયર રાષ્ટ્રનિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જ્યારે દેશનાં ઈમાનદાર ટેક્સ પેયરનું જીવન સરળ બને તો તે આગળ વધે છે અને તેની સાથે દેશનો પણ વિકાસ થાય છે અને દેશ આગળ વધે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ દેશવાસીયોનાં જીવનમાં સરકારની દખલગીરીને મર્યાદિત કરવાની દિશામાં એક મોટું પગલું છે. જ્યાં જટિલતા હોય ત્યાં નિયમોનું પાલન પણ મુશ્કેલ હોય છે. ઓછામાં ઓછા નિયમો અને કાયદાઓ રહે, જે કાયદાઓ રહે તે સ્પષ્ટ રહે જેથી ટેક્સપેયર પણ ખુશ રહે અને દેશ પણ. તેમણે કહ્યું કે હવે કોશિશ એ હશે કે આપણી ટેક્સ પ્રણાલી કરદાતાઓની મુંઝવણમાં નાખવાને બદલે તેમની સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here