વિશ્વને તબાહ કરવામાં ભારતની કોઈ જ ભૂમિકા નથીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુરોપ યાત્રા

કોપનહેગનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુરોપના ત્રણ દિવસના પ્રવાસમાં ફ્રાન્સ રવાના થતા પહેલાં નોર્ડિક દેશોના વડાપ્રધાનો સાથે મુલાકાત કરી હતી અને ભારત-નોર્ડિક સમિટમાં હાજરી આપી હતી. વડાપ્રધાન મોદીએ નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોર સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધો તથા વિકાસ સંબંધી સહયોગને વધુ ગાઢ બનાવવાની રીતો પર વ્યાપક ચર્ચા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેન્માર્કના તેમના સાર્થક પ્રવાસ પછી ફ્રાન્સ માટે રવાના થયા હતા. ડેન્માર્કના પ્રવાસ દરમિયાન મોદીએ નોર્ડિક દેશોના વડાપ્રધાનો સાથે દ્વિ-પક્ષીય બેઠક પણ કરી હતી અને બીજા ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કરી, ડેન્માર્કના સાર્થક પ્રવાસ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેરિસ માટે રવાના થઈ ગયા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, પ્રવાસ દરમિયાન ડેન્માર્ક સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવામાં આવ્યા હતા.

ડેન્માર્કમાં મોદીએ ભારતીય સમાજને પણ સંબોધન કર્યું હતું અને ડેન્માર્કના શાહી પરિવાર સાથે વાતચીત કરી હતી તેમજ તેમની સાથે રાત્રી ભોજન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ડેન્માર્કમાં બીજા ભારત-નોર્ડિક શિખર સંમેલનનમાં ભાગ લીધો હતો. આ સંમેલનમાં મુખ્યત્વે કોરોના મહામારી પછી આર્થિક સુધાર, જળવાયુ પરિવર્તન, નવીકરણીય ઊર્જા અને વૈશ્વિક  સુરક્ષા જેવી બાબતો પર વ્યાપક ચર્ચા થઈ હતી. સંમેલન સિવાય મોદીએ નોર્વે, સ્વીડન, આઈસલેન્ડ અને ફિનલેન્ડના વડાપ્રધાનો સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.

આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મની પહોંચ્યા, ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય સમુદાયના લોકોએ પણ ખૂબ ઉત્સાહથી વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ડેનમાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેટે ફ્રેડરિક્સન સાથે મહત્વની મુલાકાત યોજાઈ હતી. ત્યારબાદ ત્યા વસવાટ કરી રહેલા ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. બેલા સેન્ટરમાં મોટી સંખ્યામાં આવેલા ભારતીય સમુદાયના લોકો સાથે તેમના મનની વાત કરી હતી. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે ડેનમાર્ક અને ભારત વચ્ચેના સંબંધ ઘણા મજબૂત છે. ડેનમાર્કમાં રહેતા ભારતીય અલગ-અલગ સમુદાયથી આવે છે. સૌની ભાષા અલગ છે. કોઈ તમિલ છે, કોઈ ગુજરાતી છે તો કોઈ બંગાળના છે. ભાષાને લઈ કોઈ ભેદભાવ નથી.

કોરોના કાળનો ઉલ્લેઘ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેની અસર સમગ્ર વિશ્વ પર થઈ છે. પણ ભારત એક નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે. જો ભારત દ્વારા મેડ ઈન ઈન્ડિયા વેક્સિન તૈયાર કરવામાં આવી ન હોય તો આ સંકટમાં વિશ્વની શું સ્થિતિ સર્જાઈ હોત? ભારત દ્વારા આ મુશ્કેલ સમયમાં વેક્સિન તથા દવા પૂરી પાડવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ ડિજીટલ ઈન્ડિયાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે અગાઉ કોઈને આશા ન હતી કે ભારત ડિજીટલની દિશામાં આગળ વધી શકશે. પણ તેમની સરકારે આ વિચારોને બદલ્યા. સ્ટાર્ટ અપ અંગે પણ મોદીએ કહ્યું કે અગાઉ વિશ્વમાં આ બાબતમાં ભારતને ધ્યાનમાં લેવામાં આવતું ન હતું. પણ હવે યુનિકોર્ન બાબતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમ પર છે.

સરકારની વર્તમાન કાર્યશૈલી અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે દેશમાં સ્પીડ, સ્કોપ સાથે શેર એન્ડ કેર પર વિશ્વાસ દર્શાવવામાં આવી રહ્યો છે. અન્યોની સાથે પણ આવશ્યક સેવાઓની વહેંચણી કરવામાં આવે છે. વિશ્વને તબાહ કરવામાં ભારતની કોઈ જ ભૂમિકા રહી નથી. ભારત તો છોડમાં પરમાત્મા જુએ છે, નદીને પણ માતા માને છે.

પર્યાવરણની સુરક્ષા અંગે ભારત દ્વારા ભરવામાં આવી રહેલા પગલાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે યૂઝ એન્ડ થ્રો વાળી થિયરીને લીધે જ પર્યાવરણને ભારે નુકસાન થયું છે. તમારા ખિસ્સાના કદથી એ નક્કી કરવું જોઈએ નહિ કે તમે કેટલો વપરાશ કરશો, પણ તમારી જરૂરિયાત કેટલી છે તેના આધારે વપરાશ નક્કી થવો જોઈએ. આ સાથે ડેનમાર્કમાં રહેતા ભારતીયોને મોદીએ એક કામ પણ આપ્યું છે. તેમણે કહ્યું કે જો તમે દર વર્ષે તમારા પાંચ નોન ઈન્ડિયન ફ્રેન્ડને ભારત મોકલશો, ત્યાં ફરવા માટે પ્રેરણા આપશો તો આમ કરવાશી ભારત એક મોટી શક્તિ બની જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની યુરોપ યાત્રાના બીજા દિવસે  ડેનમાર્ક પહોંચ્યા છે. કોપેનહેગન એરપોર્ટ પર પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિકસને તેમનું સ્વાગત કર્યું હતુ. અહીંથી પ્રધાનમંત્રી મોદી ફ્રેડરિકસનના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી ફ્રેડરિકસન સાથે ગ્રીન સ્ટ્રેટજીક પાર્ટનર અને દ્વિપક્ષીય સંબંધ જેવા મુદ્દે ડિલિગેશન લેવલની બેઠક યોજી હતી તથા સંયુક્ત પત્રકાર પરિષદનું પણ આયોજન કર્યું હતું. ત્યારબાદ ઈન્ડિયા-ડેનમાર્ક બિઝનેસ ફોરમમાં ભાગ લીધો હતો.

ફોરમમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે અત્યારે સોશિયલ મીડિયા પર એક શબ્દ ઘણો લોકપ્રિય થઈ રહ્યો છે. આ શબ્દ છે-જ્બ્પ્બ્ એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ. આજે જો આપણે ભારતમાં વ્યાપારને લગતા સુધારા અને રોકાણને લગતી તકો જોઈએ તો કહી શકાય છે કે જેઓ આ સમયે ભારતમાં રોકાણ નહિ કરે તો તેઓ ચોક્કસપણે એક સારી તક ગુમાવી દેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરી હતી. આ પછી બંને નેતા પ્રતિનિધિમંડળ સ્તરની બેઠકમાં સામેલ થયા હતા. આમાં ભારત અને જર્મની વચ્ચે ગ્રીન ર્જા પર એક મહત્ત્વપૂર્ણ કરાર થયા હતા. મોદીએ કહ્યું હતું કે ભારત અને જર્મની સાથે મળીને ગ્રીન હાઈડ્રોજન ટાસ્કફોર્સની રચના કરશે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને દેશ વચ્ચે સતત વિકાસ પર એક કરાર થયા છે, જે અંતર્ગત ભારતને ૨૦૩૦ સુધીમાં ક્લીન એલર્જીને પ્રોત્સાહન આપવા માટે ૧૦.૫ અબજ ડોલરની નાણાંકીય સહાય ઉપલબ્ધ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here