કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહ બે દિવસ માટે પશ્ચિમ બંગાળના પ્રવાસે , ભાજપના પ્રચાર માટે અમિત શાહે કમર કસી છે.. 

 

   હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસ પર છે. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન મમતા બેનરજી રાજ્યમાં પરિવર્તન લાવવામાં સદંતર નિષ્ફળ ગયાં છે. દેશની જનતાને મોદીજી પર પૂરો વિશ્વાસ છે. તેમણે કહ્યું હતું કે, દેશનો મૂડ બદલાઈ રહ્યો છે. હવે પરિવર્તન સુનિશ્ચિત છે. બંગાળમાં તુષ્ટિકરણનું રાજકારણ મમતા બેનરજીએ પરાકાષ્ઠાએ પહોંચાડી દીધું છે. બંગાળમાં રાજનીતિક હિંસા ફેલાવનારા તત્વો બિલકુલ સુરક્ષિત નથી. હિંસા કરનારા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. સીએએ દેશનો કાયદો છે. એ બધી જગ્યા લાગુ કરવામાં આવશે. કોઈ પણ આંદોલન દેશમાં પરિવર્તનને માર્ગ રોકી શકશે નહિ. ગૃહમંત્રી અમિત શાહે એવો દાવો કર્યો હતો કે, ભાજપને પશ્ચિમ બંગાળમાં વિજય મળશે. ભાજપને આ રાજ્યમાં 200થી વધુ બેઠકો મળશે. બંગાળના મોટાભાગના મતદારો ભાજપની વાત સમજીને એને પોતાનું સમર્થન આપી રહ્યા છે. ગોળી, બંદૂક,ભાઈ- ભત્રીજાવાદ એ ભાજપની સંસ્કૃતિ નથી. મમતા બેનરજી એક મોટા કદના નેતા છે. પણ તેઓ રાજયનો વિકાસ કરવામાં સદંતર નિષ્ફળ ગયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here