વિશ્વના ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી અગ્રણી -10માંઃ ફ્રાન્સના બર્નાર્ડ અર્નોલ્ટ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ

નવી િદલ્હીઃ મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે જેમની કુલ સંપત્તિ 83.4 અબજ ડોલર છે. તે વિશ્વના ધનિકોની યાદીમાં 9મા સ્થાને પહોંચી ગયા છે. દરમિયાન ગૌતમ અદાણી 47.2 અબજ ડોલરની સંપત્તિ સાથે ધનિકોની વૈશ્વિક યાદીમાં 24માં સ્થાને પહોંચી ગયા છે. ફોર્બ્સની જારી કરાયેલી 2023ના અબજપતિઓની યાદી અનુસાર અદાણી 24 જાન્યુઆરી, 2023ના રોજ 126 અબજ ડોલરની સંપત્તિ સાથે દુનિયાના ત્રીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ હતા. જોકે અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના આરોપોને પગલે તેમની સંપત્તિમાં તીવ્ર ઘટાડો થયો હતો. આ વખતે રેકોર્ડ સર્જાયો જોકે તેઓ મુકેશ અંબાણી પછી બીજા નંબરના સૌથી ધનિક ભારતીય છે. ખાસ વાત એ છે કે આ વખતે રેકોર્ડ 169 ભારતીય અબજપતિઓએ વિશ્વના ધનિકોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. 2022માં આ સંખ્યા 166 હતી. જો કે સંખ્યા વધવા છતાં આ ધનિકોની સંપત્તિ 10 ટકા ઘટીને 675 અબજ ડોલર થઈ ગઈ છે. 2022માં તેમની સંપત્તિ 750 અબજ ડોલર હતી. ફોર્બ્સ અનુસાર મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગયા વર્ષે 100 અબજ ડોલરની આવકને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની બની હતી. તેમનો બિઝનેસ ઓઈલ, ટેલિકોમથી લઈને રિટેલ સુધી ફેલાયેલો છે. ફોર્બ્સની વર્લ્ડ બિલિ ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ 211 અબજ ડોલર સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. ઈલોન મસ્ક (180 અબજ ડોલર) બીજા, જેફ બેઝોસ (114 અબજ ડોલર) ત્રીજા, લેરી એલિસન (107 અબજ ડોલર) ચોથા અને વોરેન બફે (106 અબજ ડોલર) પાંચમા ક્રમે છે. બિલ ગેટ્સ 104 અબજ ડોલરની નેટવર્થ સાથે છઠ્ઠા સ્થાને છે. માઈકલ બ્લૂમબર્ગ સાતમા, કાર્લસન સ્લિમ હેલુ આઠમા, મુકેશ અંબાણી નવમા અને સ્ટીવ બાલ્મર 10મા ક્રમે છે.