પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મુકીઃ ખાવા માટે લૂંટફાટ

 

ઈસ્લામાબાદઃ હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને બીજી બાજુ પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મુકી છે. છેલ્લા 50 વર્ષના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. ખાવા પીવાની વસ્તુઓ માટે હવે લોકો એક બીજાના જીવ લઈ રહ્યા છે. ભોજન વિતરણ કેન્દ્રો પર ખાવાની વસ્તુઓ માટે થયેલી ભાગદોડ અને ધક્કા મુક્કી તથા લૂંટફાટની ઘટનાઓમાં 20 લોકો જીવ ગુમાવી ચુકયા છે. માર્ચ મહિનામાં પાકિસ્તાનનો મોંઘવારી દર 35.37 ટકા પર પહોંચી ચુકયો છે. પાકિસ્તાનની સરકારની લાખ કાકલૂદીઓ પછી પણ આઈએમએફ પાકિસ્તાનને બેલઆઉટ પેકેજ આપવા તૈયાર નથી. જેની અસર મોંઘવારી પર પડી રહી છે. કરાચીના એક વિશ્લેષકે કહ્યુ હતુ કે, પાકિસ્તાનમાં દુકાળ જેવી સ્થિતિ પેદા થઈ રહી છે.પાકિસ્તાનના કરાચી શહેરમાં રમઝાન નિમિત્તે એક ફેકટરીમાં ભોજનનુ વિતરણ થઈ રહ્યુ હતુ અને એટલા લોકો ઉમટી પડ્યા હતા કે ધક્કા મુક્કી થઈ ગઈ હતી. આ ઘટનામાં બાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં જનતા અને ખાસ કરીને ગરીબ વર્ગ બેહાલ છે. ઘટી રહેલા વિદેશી હુંડિયામણ તેમજ પાકિસ્તાની રુપિયાને ડોલર સામે પડી રહેલા મારના કારણે પાકિસ્તાનની ઈકોનોમી ચારે તરફથી ફટકા ખાઈ રહી છે. કંગાળ થઈ રહેલા પાકિસ્તાનની મુસિબતો ઘટવાની જગ્યાએ ઉલટાની વધી રહી છે. પાકિસ્તાન આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત ઓછો કરવા માટે આયાત થતી વસ્તુઓ પર રોક લગાવી રહ્યુ છે પણ તેના કારણે પાકિસ્તાનમાં બેરોજગારીનુ સંકટ ઘેરુ બની રહ્યુ છે. આયાત રોકવાથી કંપનીઓને રો મટિરિયલ મળી રહ્યુ નથી. જેના કારણે કંપનીઓ ઉત્પાદન ઓછુ કરી રહી છે અથવા તો ઉત્પાદન સાવ જ બંધ કરી રહી છે. આવી ડઝનબંધ કંપનીઓ છે. જેના કારણે તેમાં કામ કરી રહેલા લોકોની રોજગારી પર સ્વાભાવિક રીતે ખતરો સર્જાઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here