ગૃહપ્રધાન બન્યાબાદ પહેલી વાર પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા અમિત શાહ કહે છેઃ હું હિંદુ, શીખ, જૈન, બૌધ્ધ અને ઈસાઈ શરણાર્થીઓને આશ્વાસન આપવા માગું છું કે કેન્દ્રસરકાર તમને ભારત છો઼ડવા માટે મજબૂર નહિ કરે. તમે ખોટી અફવાઓ પર ધ્યાન આપશો નહિ….

0
1002

   1 ઓકટોબરે પશ્ચિમ બંગાળની મુલાકાતે આવેલા ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, હિંદુ, શીખ, જૈન અને બૌધ્ધ શરણાર્થીઓને હું કેન્દ્ર સરકાર તરફથી એ વાતની ખાત્રી આપવા માગું છું કે, તેમને ભારતની બહાર કાઢી નહિ મૂકાય . ભારત સરકાર તેમને આશ્રય આપશે. તેમને ભારમાંથી જતા રહેવા માટે કોઈ કશી બળજબરી નહિ કરે. અમિત શાહે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, એનઆરસી પહેલાં અમે સિટિઝનશિપ એમેન્ડમેન્ટ બિલ રજૂ કરીશું. જેની જોગવાઈ અંતર્ગત, એ સુનિશ્ચિત કરવામાં આવશે કે શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત થાય. 

  ગૃહપ્રધાન અમિત શાહે આખા દેશમાં એનઆરસી લાગુ કરવાની વાત કરી છે, જયારે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ એનો વિરોધ કર્યો છે. મમતા બેનરજી પશ્ચિમ બંગાળમાં એનઆરસી લાગુ કરવા માગતા નથી.ભાજપના નેતાના જણાવ્યા અનુસાર, બાંગલાદેશમાંથી ઘુસણખોરી કરીને પશ્ચિમ બંગાળમાં ઘુસી ગયેલા મુસલમાનો ને મમતા દીદી બચાવવા માગે છે. તેમને પોતાની વોટબેન્ક તૈયાર કરવામાં રસ છે. આસામ દેશનું સૌ પ્રથમ રાજ્ય છે કે, જયાં એનઆરસી લાગુ કરવામાં આવી હતી. ગત 31 ઓગસ્ટે ત્યાં એનઆરસીનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here