રશિયા પાસેથી ક્રૂડની ખરીદીથી ભારતને ૩૫૦૦૦ કરોડનો ફાયદો થયો

 

રશિયા: ઉઝબેકિસ્તાનના સમરકંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત ખૂબ જ ચર્ચામાં રહી હતી. યુક્રેન યુદ્ધ બાદ રશિયા પર અમેરિકા સહિત અનેક દેશોએ કડક પ્રતિબંધો લાદવા છતાં ભારતે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ચાલું રાખી હતી. હવે એ જાણીએ કે, તેનાથી ભારતને કેટલો ફાયદો થયો.પશ્ર્ચિમી દેશોના વિરોધ છતાં ભારતે ક્રૂડની આયાત કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયના નફા નુકશાનને લઈને ખૂબ જ ચર્ચા થઈ હતી. ભારતે આ વર્ષના પ્રથમ૩ મહિનામાં રશિયા પાસેથી ૬.૬ લાખ ટન ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. બીજા ૩ મહિનામાં તે વધીને ૮૪.૨ મિલિયન ટન થઈ ગયું. આ દરમિયાન રશિયાએ પણ પ્રતિ બેરલ ૩૦ ડોલરનું ડિસ્કાઉન્ટ આપ્યું હતું. તેના કારણે પ્રથમ ૩ મહિનામાં એક ટન ક્રૂડ ઓઈલની આયાતનો ખર્ચ લગભગ ૭૯૦ ડોલર થયો હતો. ત્યારબાદ બીજા ૩ મહિનામાં તે ઘટીને ૭૪૦ ડોલર રહી ગઈ હતી. આમ ભારતને કુલ ૩૫,૦૦૦ કરોડ ‚પિયાનો ફાયદો થયો છે. આ સમયગાળામાં અન્ય સ્ત્રોતો પરથી આયાતનો ખર્ચ વધ્યો હતો. ૨૦૨૨માં રશિયામાંથી સસ્તા તેલની આયાતમાં ૧૦ ગણો વધારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here