યુક્રેન યુદ્ઘથી ૧.૬ અરબ લોકો પર ભૂખમરાનું સંકટઃ યુઍન રિપોર્ટ 

 

યુનાઇટેડ નેશન્સે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ઘની અસરો પર પોતાનો રિપોર્ટ જાહેર કરતા કહ્નાં છે કે વૈશ્વિક ખાદ્ય સંકટને રોકવા માટે સમય ઘણો ઓછો છે. ગ્લોબલ ક્રાઇસિસ રિસ્પોન્સ ગ્રુપે જાહેર કર્યુ છે કે સંઘર્ષને કારણે ૯૪ દેશોમાં અંદાજીત ૧.૬ અરબ લોકો નાણાંકીય, ખાદ્ય અથવા ઉર્જા સંકટનો સામનો કરી રહ્નાં છે. તેમાંથી લગભગ ૧.૨ અબજ લોકો સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં રહે છે, જે ત્રણેય સંકટોનો સામનો કરી રહ્નાં છે. પ્રકાશિત થયેલા અહેવાલમાં સલાહ આપવામાં આવી હતી કે ખાદ્ય અને ઇંધણના ભાવને સ્થિર કરવા માટે કામ કરવું જોઇઍ જે રેકોર્ડ ઉંચી સપાટીઍ પહોંચી ગયા છે. સામાજિક સુરક્ષાના પગલાં લેવા અને વિકાસશીલ દેશો માટે નાણાંકીય સહાયમાં વધારો કરવો જોઇઍ. યુઍન રિપોર્ટ ચેતવણી આપે છે કે ૨૦૨૩માં ખાદ્ય સંકટને રોકવા માટે સમય ઓછો છે, જેમાં આપણે ખોરાકની પહોંચ અને ખોરાકની ઉપલબ્ધતા બંનેની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો યુદ્ઘ ચાલુ રહેશે અને આગામી સિઝનમાં પણ અનાજ અને ખાતરના ઊંચા ભાવ ચાલુ રહેશે તો સૌથી ખરાબ સમયે ખોરાકની ઉપલબ્ધતામાં ઘટાડો થશે. ઍટલું જ નહિ. મકાઇ, ઘઉં અને વનસ્પતિ તેલ સંબંધિત વર્તમાન સંકટ વધશે. જે વધુ લોકોને અસર કરશે. નોંધપાત્ર રીતે, કોરોના સંકટ પછી, વિશ્વભરમાં ખોરાકની અસુરક્ષાનો સામનો કરી રહેલા લોકોની સંખ્યા ઝડપથી વધીને ૨૭.૬ કરોડ સુધી પહોંચી ગઇ છં, જે અગાઉ ૧૩.૫ કરોડ હતી. યુઍન સેક્રેટરી જનરલ ઍન્ટોનિયો ગુટેરેસે કહ્નાં કે યુક્રેન યુદ્ઘની અસરો જીવન માટે જોખમી સંકટ પેદા કરી રહી છે જેમાંથી કોઇ દેશ અથવા સમુદાય બચી શકશે નહિ. વિશ્વભરના દેશોઍ હવે જીવન અને આજીવિકા બચાવવા માટે સાથે મળીને કામ કરવું પડશે. રશિયા-યુક્રેન યુદ્ઘની અસરનો અંદાજ ઍ હકિકત પરથી લગાવી શકાય છે કે યુક્રેન વિશ્વના સૌથી મોટા ઘઉં ઉત્પાદક દેશોમાંનો ઍક છે. યુદ્ઘ શરૂ થયું ત્યારથી વિશ્વભરમાં ઘઉંના ભાવમાં રેકોર્ડ ઝડપી દરે વધારો થયો છે. ગુટેરેસે કહ્નાં કે યુક્રેન કટોકટી વિશ્વવ્યાપી કટોકટી તરફ દોરી શકે છે. તેમણે કહ્નાં કે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ઘને ત્રણ મહિના વીતી ગયા છે અને હવે નવી સમસ્યાઓ ઉભી થઇ રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્ïવભરમાં ભૂખમરાનું સંકટ વધી રહ્નાં છે અને જો કોઇ પગલાં લેવામાં નહિ આવે તો તે વધુ વધી શકે છે. યુદ્ઘની અસરનો અંદાજ ઍ હકીકત પરથી લગાવી શકાય છે કે યુક્રેન વિશ્વના સૌથી મોટા ઘઉં ઉત્પાદક દેશોમાંનો ઍક છે.