પત્રકાર ભાવેન કચ્છીને પૂ. મોરારી બાપુના હસ્તે ‘નચિકેતા એવોર્ડ’ અપાયો

 

રાજકોટ: બાપુ આમ તો છેક ત્રિપુરાથી કથા પૂર્ણ કરી સીધા આ પ્રસંગ નિમિત્તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. છતાં હંમેશની જેમ ખૂબ જ તાજગી સભર અને પ્રસન્ન જણાતા હતા. ભાવેનભાઈ કચ્છીએ વક્તવ્યમાં સ્વ. હરી ભાઈ કોઠારીનું સુવાક્ય ટાંક્યું હતું કે ‘સૌના જીવનમાં વસંત લાવે તે સાચો સંત.’ તે પછી તેઓએ ઉમેર્યું કે કદાચ હરી ભાઇને  મોરારિ બાપુના  સંસર્ગમાં આવ્યા પછી જ આ સુવાક્ય સ્ફૂર્યું હશે. જેઓ પણ બાપુના સૂક્ષ્મ કે સ્થૂળ સાનિધ્યમાં આવ્યા છે તેઓના જીવનમાં ત્રણ કે છ ઋતુ નથી હોતી પણ એક જ ઋતુ વસંત ખીલેલી રહે છે. બાપુ પણ તેમના વક્તવ્યમાં ભરપૂર ખીલ્યા હતા. પત્રકારત્વના અભ્યાસ કાળ કે તે પછી આ વિષય પરનું આવું વક્તવ્ય સાંભળ્યું નહોતું. આધ્યાત્મ અને પત્રકારત્વને તેમણે સેતુ ‚પ ગણાવ્યા હતા.

કેળવણીવિદ્દ અને લોકભારતી યુનિવર્સિટી ઓફ ‚રલ ઇનોવેશન્સના કુલપતિ ભદ્રાયુભાઈ વછરાજાનીએ છેક શતાયુ સુધી પ્રદાન  આપનાર નગીનદાસ ભાઈના પત્રકારત્વ અને વ્યક્તિ તરીકેની ખુમારી, સંવેદનશીલતાના ઉદાહરણો આપતું પ્રભાવી વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા, ભૂતપૂર્વ સાંસદ માવાણી દંપતિ, કવિ તુષાર શુક્લ, જય વસાવડા, પ્રસિદ્ધ ગાયક ઓસમાન મીર, પત્રકાર મિત્રો ભાર્ગવ પરીખ અને ઇલા પરીખ, કાના બાંટવા, કશ્યપ ધોળકિયા, કલમ કડછી બરછીનાં તંત્રી વિરેનભાઈ ધોળકિયા, દ્વારકામાં આવેલ હોટલ ‘ગોવર્ધન ગ્રીન’ના માલિક અને પર્યાવરણવિદ્દ શીતલ બથીયા તેમજ રાજકોટજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.