નોકરી ન મળે ત્યાં સુધી બેરોજગારોને દર મહિને ૩ હજાર આપીશું: કેજરીવાલ

 

વેરાવળ: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમનાથ પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલ સંબોધનની શ‚આત ‘જય સોમનાથ’ના નાદ સાથે કરી હતી. અરવિંદ કેજરીવાલે ગુજરાતના બેરોજગાર યુવાનોને જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી દર મહિને ૩ હજાર ‚પિયા આપવાનું વચન આપ્યું છે. આ પહેલા તેમણે ગુજરાતની જનતાને ફ્રી વીજળીનુ વજન આપ્યું હતું. દરેક યુવકને રોજગારી આપવામાં આવશે. દિલ્હીમાં ૧૨ લાખ લોકોને રોજગારી આપી. તો દિલ્હીમાં હજુ ૨૦ લાખ લોકોને રોજગારી આપીશ. જ્યાં સુધી રોજગારી નહિ મળે ત્યાં સુધી દરેક બેરોજગરને ૩ હજાર ‚પિયા બેરોજગારી ભથ્થું આપીશું. ૧૦ લાખ સરકારી નોકરીઓ બહાર પાડીશું. 

ગુજરાતના બેરોજગાર યુવાઓ માટે મંચ પરથી જાહેરાત કરી હતી કે, અગાઉ હું ગુજરાતમાં વીજળીની ગેરેન્ટી આપી ગયો હતો. કારણ કે, ગુજરાતમાં વીજળી ખૂબ જ મોંઘી છે. ગુજરાતમાં મોંઘવારી સતત વધી રહી છે. તેથી ગુજરાતમાં અમે જાહેરાત કરી છે કે, ગુજરાતમાં અમારી સરકાર બનશે એટલે ૩૦૦ યુનિટ ફ્રી વીજળી આપીશું. ૨૪ કલાક વીજળી આપીશું. ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધીના ગુજરાતના વીજળીના બિલ માફ કરીશું. દિલ્હી અને પંજાબમાં વીજળી ફ્રી કરી છે, હવે અમને એક મોકો ગુજરાતમાં આપો. કેજરીવાલ રેવડી સ્વિસ બેંકમાં નહિ, જનતા વચ્ચે વહેંચે છે. આજ ગુજરાતની સરકાર ઉપર ૩.૫ લાખ કરોડનું દેવું છે. શું આ દેવું કેજરીવાલે કર્યું છે? ફ્રી રેવડીનો વિરોધ કરવા વાળા લોકો પોતાના મિત્રોને અને સ્વિસ બેંકમાં રેવડીઓ વહેંચી રહ્યાં છે. જેવી સ્કૂલ મેં દિલ્હીમાં બનાવી તેવી એક સ્કૂલ પુરા દેશમાં બનાવી બતાવો.

ગુજરાતના કેમિકલ કાંડમાં માર્યા ગયેલા લોકો માટે ૨ મિનિટનું મૌન પાળ્યુ હતુ. તેના બાદ કેજરીવાલ બોલ્યા કે, ઝેરી દા‚ પીવાથી આપણા ભાઈઓએ જીવ ગુમાવ્યો છે. ભગવાનને પ્રાર્થના ક‚ં છું કે આત્માઓને શાંતિ આપે. ગુજરાતના મુખ્યમંત્રી મૃતકોના પરિવારજનોને મળવા નથી ગયા. કે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ પણ મળવા નથી ગયા. મેં ભાજપના નેતાને પૂછ્યું તો કહ્યું કે, આ વાતથી મતમાં કોઈ ફેર નહિ પડે. ગુજરાતમાં હજારો કરોડોનો નશાનો ધંધો છે. જે લોકો ઝેરી શરાબ પોતાના બાળકોને પીવડાવવા માંગે છે તે ભાજપને મત આપજો. ગોંડલના ૨૩ વર્ષના યુવકે બેરોજગારીથી કંટાળી આપઘાત કર્યો. રોજગારી મુદ્દે જ હું આજે ગેરેન્ટી આપવા આવ્યો છું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here