નેપાળમાં ૬ પાર્ટીનું થયું ગઠબંધનઃ નવા વડાપ્રધાન બન્યા પ્રચંડ ત્રીજી વાર લેશે શપથ

 

નેપાળઃ પુષ્મ કમલ દહલ ઉર્ફે પ્રચંડ નેપાળના આગામી વડાપ્રધાન હશે. રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીઍ તમામ પાર્ટીઓને કહ્નાં હતું કે સરકારની રચના પર અંતિમ નિર્ણય લેવામાં આવે. બપોર બાદ પ્રચંડની પાર્ટી માઓઇસ્ટ સેન્ટર પાર્ટીઍ પાંચ અન્ય પક્ષો સાથે ગઠબંધનની જાહેરાત કરી દીધી. સમજૂતિ અંતર્ગત શરૂઆતના અઢી વર્ષ સુધી પ્રચંડ પ્રધાનમંત્રી રહેશે. ત્યારબાદ સીપીઍન-યુઍમઍલ સત્તા સંભાળશે. તેનો અર્થ ઍ થયો કે પૂર્વ વડાપ્રધાન કે. પી. શર્મા ઓલી ફરી ઍક વખત પ્રધાનમંત્રી બનશે. ખાસ વાત ઍ છે કે આ બંને નેતા ચીન સમર્થક માનવામાં આવે છે. પ્રચંડ અને ઓલી રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. પૂર્વ વડાપ્રધાન ઓલીના નેતૃત્વવાળા વિરોધ પક્ષોની મહત્વની બેઠક મળી હતી જેમાં સીપીઍન-યુઍમઍલ, સીપીઍન-માઓવાદી સેન્ટર, રાષ્ટ્રીય સ્વતંત્રતા પાર્ટી અને અન્ય નાના પક્ષોઍ ભાગ લીધો હતો. આ દરમિયાન પ્રચંડના નેતૃત્વમાં નવી સરકારની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તેમાં ઓલી, પ્રચંડ, આરઍસપી, અધ્યક્ષ રવિ લામિછાને, રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના પ્રમુખ રાજેન્દ્ર લિંગડેન, જનતા સમન્વયવાદી પાર્ટીના અધ્યક્ષ અશોક રાય સહિત અન્ય લોકોઍ હાજરી આપી. આ પહેલા પ્રચંડે સત્તાધારી નેપાળી કોંગ્રેસને સમર્થન આપવાનો ઇન્કાર કરી દીધો. આ ગઠબંધનને પણ છોડી દીધો. બે વર્ષ પહેલા પ્રચંડ ઓલી સરકારનો ભાગ હતાં. ત્યારબાદ તેમણે પોતાના ૭ મંત્રીઓ સાથે રાજીનામુ આપી દીધું અને ઓલીને ખુરશી છોડવાની ફરજ પાડી. ૨૦ નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. નેપાળી કોંગ્રેસ ૮૯ બેઠકો સાથે ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી. વિપક્ષી સીપીઍન-યુઍમઍલને ૭૮ બેઠકો અને પ્રચંડના નેતૃત્વવાળી સીપીઍન-માઓવાદી સેન્ટરે ૩૨ બેઠકો મેળવી હતી. નવી રચાયેલી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીને ૨૦, રાષ્ટ્રીય પ્રજાતંત્રને ૧૪, જનતા સમાજવાદી પાર્ટીને ૧૨ અને જનમત પાર્ટીને ૬ બેઠકો મળી છે.