મુંબઈ મહારાષ્ટ્રની છે, કોઇના બાપની નથીઃ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ

 

મુંબઈઃ મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે સરહદ વિવાદ વધુને વધુ વકરતો જઇ રહ્ના છે. બંને તરફથી સરકારો રોજેરોજ ઍકબીજા પર નિશાન સાધી રહી છે. કર્ણાટકના મુખ્યમંત્રીઍ આ વિવાદને લઇને કડક ટિપ્પણી કરી હતી તો તેના જવાબમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીઍ તીખા બોલ બોલ્યા હતાં. ફડણવીસે કર્ણાટકના કેટલાક નેતાઓની ટિપ્પણીઓની આકરી નિંદા કરતાં કહ્નાં કે મુંબઇ કોઇની બાપની નથી. મહારાષ્ટ્ર વિધાનસભામાં ફડણવીસે કહ્નાં કે રાજ્યની લાગણીઓથી કર્ણાટક સરકાર અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને અવગત કરાવવામાં આવશે. સદનમાં આ મુદ્દાને ઉઠાવતા વિપક્ષના નેતા અજીત પવારે દાવો કર્યો કે કર્ણાટકના મુખ્યમંત્રી અને મંત્રી પોતાની ટિપ્પણીઓથી મહારાષ્ટ્રના ગૌરવને ઠેસ પહોંચાડી રહ્નાં છે અને મહારાષ્ટ્ર સરકારની પ્રતિક્રિયા તેના માટે યોગ્ય નથી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા પવારે કહ્નાં કે કર્ણાટકના કાયદા મંત્રી મધુ સ્વામીઍ માંગ કરી છે કે મુંબઇને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવું જોઇઍ. ભાજપના ધારાસભ્ય લક્ષ્મણ સાવદીઍ કહ્નાં કે મુંબઇ કર્ણાટકની છે અને તેમણે મરાઠી લોકોને ઘા પર મીઠુ ભભરાવ્યું છે. ઍનસીપી નેતાઍ માંગ કરી કે મુખ્યમંત્રી કડક શબ્દોમાં તેની નિંદા કરે. ફડણવીસે કહ્નાં કે મુંબઇ મહારાષ્ટ્રની છે, કોઇના બાપની નથી. અમે મુંબઇ પર કોઇના દાવાને સહન નહીં કરીઍ અને અમે અમારી ભાવનાઓને કર્ણાટક સરકાર અને કેન્દ્રીય ગૃહમંત્રીની સામે વ્યક્ત કરીશું. તેમણે કહ્નાં કે આ બાબત તરફ અમિત શાહનું ધ્યાન દોરીશું. મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે સરહદ વિવાદ છે. ઍક દિવસ પહેલા જ મહારાષ્ટ્રના બંને સદને સર્વસંમતિથી મુખ્યમંત્રી ઍકનાથ શિંદે તરફથી રજૂ કરાયેલ પ્રસ્તાવને પસાર કરી દીધો હતો. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે સરકાર બેલગામ, કરવાર, બીદર, નિપાની, ભાલ્કી શહેરો તથા ૮૬૫ મરાઠી ભાષી ગામડાઓને મહારાષ્ટ્રમાં સામેલ કરાવવા માટે કાનૂની લડાઇ લડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here