૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે કોઈ પડકાર નથી: અમિત શાહ

 

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મુલાકાતમાં વાત કરતા કહ્યું કે ૨૦૨૪માં ભાજપને કોઈ પડકાર નથી અને અમારો કોઈ પ્રતિસ્પર્ધી પણ નથી, કારણકે દેશની જનતા સંપૂર્ણપણે વડાપ્રધાન મોદી સાથે છે. ભાજપાના પ્રયાસોને કારણે નાનામાં નાની વ્યક્તિના જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યો છે. અમિત શાહે ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં જ્યાં આ વર્ષે ચૂંટણી છે ત્યાં ભાજપાનું પ્રદર્શન સા‚ં રહેશે. ભારતે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. આંતરિક સુરક્ષા ને મહત્વ અને રક્ષા ક્ષેત્રમાં આયાત ઘટાડી આત્મ નિર્ભર થવા માટેના દેશના પ્રયાસની તારીફ કરતા તેમણે દેશને ઝડપી વધી રહેલી અર્થવ્યવસ્થા હોવાનુ જણાવી હતી. દેશને ઝડપી વધતી અર્થવ્યવસ્થા બનાવવા માટે સરકારે સંકલ્પ લીધો છે એ વાત પર ભાર આપ્યો હતો. ભારત આખી દુનિયામાં તેની ઉપલબ્ધિઓ ને કારણે પ્રખ્યાત છે. ૮ વર્ષના નાનકડા કાર્યકાળ દરમિયાન અને દેશના ૬૦ કરોડ ગરીબ લોકોના જીવન સ્તરને ઉપર લાવવાનો પ્રયાસ કર્યો છે અને અમે એમાં સફળ પણ રહ્યા છે. ઘણી પ્રગતિ થઈ છે. રેલવેમાં ઘણા બદલાવ આવ્યા છે, અંતરિક્ષના ક્ષેત્રે નવી નીતિ લઈને આવ્યા છે. અને આપડે આ ક્ષેત્રમાં અગ્રણી બનવાના પ્રયત્નોમાં છીએ. સાથે સાથે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનવાના સફળ પ્રયાસો થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here