કીવની મુલાકાતમાં વડાપ્રધાન ઋષિ શુનકે યુક્રેનને સતત સહાય કરવા વચન આપ્યું

 

યુક્રેન: બ્રિટનના વડાપ્રધાન ઋષિ શુનકે પોતાનું પદ સંભાળ્યા પછી કીવની લીધેલી પહેલી મુલાકાતમાં યુક્રેનને, તેનાં રશિયા સામેનાં યુદ્ધમાં સતત સહાય કરવાનું વચન આપ્યું હતું. આ સાથે તેઓએ તેમનાં ટ્વિટ ઉપર જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે શું તે બ્રિટન બરોબર જાણે છે, અમો આ પંથ ઉપર સતત તમારી સાથે જ છીએ ઝેલેન્સ્કી. યુક્રેનના પ્રમુખે, કીવની મુલાકાત લેવા માટે શુનકનો આભાર માન્યો હતો. તેઓએ તેમનાં ટ્વિટ ઉપર જણાવ્યું હતું ઋષિ શુનક તમારો ઘણો આભાર તમારી જેવા મિત્રો અમારી સાથે હોય તો વિજય માટે અમોને વિશ્વાસ બેસી શકે છે. આપણા બંને દેશો જાણે જ છે કે સ્વાતંત્ર્ય માટે ઉભા રહેવું તે શું છે? ઓગસ્ટ માસમાં યુક્રેનના સ્વાતંત્ર્ય દિવસે એક પત્ર લખી રશિયાનાં આક્રમણ સામે અડગ રીતે ઉભા રહેવા બદલ, યુક્રેનની હિંમતને બિરદાવી હતી સાથે બ્રિટનની જનતા દ્વારા યુક્રેનને સહાયભૂત થવા વચન પણ આપ્યું હતું. કીવ પોસ્ટ નામનાં વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થયેલા આ પત્રમાં ઋષિ શુનકે જણાવ્યું હતું કે તેઓ જીવનભર મિત્ર રહેશે અને યુક્રેનને એક સમૃદ્ધ આકાંક્ષાસભર અને સતત આગળ દ્રષ્ટિ શમતા દેશ તરીકે આગળ આવવામાં સહાયભૂત થશે. તેઓએ વધુમાં કહ્યુંં હતુંં કે તમારી આક્રમણ સામે ઉભા રહેવાની અડગ હિંમત વિશ્વભરના શાંતિ અને સ્વાતંત્ર્યને ચાહતા દેશોને તે સ્પષ્ટ સંદેશો આપે છે કે સરમુખત્યારો ભલે ગમે તેટલા સાધનો તેમની ફરતા ખડકે પરંતુ તેઓ કદીએ સફળ નહીં થઇ શકે. આ સાથે શુનકે યુક્રેનના બહાદૂર સૈનિકો અને જનતાને સતત સહાય કરવાનું વચન આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here