દેશની રાજ્યસભામાં 27 વરસો  બાદ હાલમાં કોઈ પણ સભ્ય જમ્મુૃ- કાશ્મીરનું પ્રતિનિધિત્વ કરતો નથી !

હાલમાં રાજયસભામાં જમ્મુ- કાશ્મીરનો કોઈ પણ સભ્ય નથી. આવી પરિસ્થિતિ આ ત્રીજી વાર આવી છે. તાજેતરમાં જ જમ્મુ- કાશ્મીરના 4 સભ્યોનો કાર્યકાળ પૂરો થયો હતો. આ ચાર સભ્યોમાં પીડીપી પાર્ટીના મીર મોહમ્મદ ફયાઝ અને નિયાઝ અહેમદ, કોંગ્રેસના ગુલામ નબી આઝાદ અને ભાજપના સમશેર સિંહનો સમાવેશ થયો હતો. અગાઉ 1994માં અને 1996માં પણ  રાજ્યસભામાં જમ્મુ- કાશ્મીરનો કોઈ જ પ્રતિનિધિ નહોતો. કેન્દ્ર સરકારે બંધારણની 370મી કલમ રદ કર્યા બાદ જમ્મુ- કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત થયો હતો. હવે જમ્મુ- કાશ્મીર અને લડાખ – બન્ને કેન્દ્રશાસિત પ્રદેશ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here