ઓસ્ટ્રેલિયા ભારતની પંજાબી ભાષા અભ્યાસક્રમમાં  ઉમેરશેઃ ભારત સરકારની પ્રશંસા

 

સિડનીઃ ઓસ્ટ્રેલિયા સરકારે તેના શાળાના અભ્યાસક્રમમાં પંજાબીને નિર્ધારિત વિષય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. ઘણા સમયથી તેની માંગ કરવામાં આવી રહી હતી, હવે તે માંગને સરકારે સ્વીકારતા નવી શિક્ષણ નીતિમાં પંજાબી ભાષાનો સમાવેશ કર્યો છે. આ નિર્ણયબાદ ભારત સરકાર અને ભારતીયો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ઓસ્ટ્રેલિયામાં શીખોની વસ્તી ૨૧૦,૦૦૦થી વધુ હતી જે હવે લગભગ બમણી થઈ ગઈ છે. ફિજી, મોરેશિયસ, અમેરિકા, ઈંગ્લેન્ડ જેવા ઘણા દેશો છે જ્યાં ભારતીય લોકો હિન્દી-પંજાબી બોલે છે અને તેમને જોઈને અન્ય લોકો પણ ભારતીય ભાષાઓ બોલવા લાગ્યા છે. અન્ય ઘણા દેશોમાં પણ શાળાના અભ્યાસક્રમમાં હિન્દી-પંજાબીનો સમાવેશ કરવાની માંગણી કરવામાં આવી રહી છે.