ઇમરાન ખાને પાકિસ્તાની જનરલો સામે જોડ્યા હાથ

 

ઇસ્લામાબાદ: પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાને પાકિસ્તાની સેનાને પીએમ શાહબાઝ શરીફના નેતૃત્વવાળી સરકારનું સમર્થન ન કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે શાહબાઝ સરકાર જનતાની આશા પૂરી કરવામાં નિષ્ફળ રહી છે. ઇમરાન ખાને પાકિસ્તાની સેનાના સર્વોચ્ચ અધિકારીઓને પોતાના નિર્ણયની સમીક્ષા કરવાની વિનંતી કરતા દાવો કર્યો કે કોઈપણ ખોટું પગલું જનતા અને સંસ્થા વચ્ચે ખાઈને વધુ વધારી શકે છે. ઇમરાન ખાન પહેલા પણ પાકિસ્તાની સેના પર શાહબાઝ શરીફનું સમર્થન કરવાનો આરોપ લગાવી ચુક્યા છે. તેના બે દિવસ પહેલા ઇમરાનના કાસ ગણાતા પૂર્વ મંત્રી ફવાદ હુસૈને કહ્યુ હતુ કે જનતા ઇંકલાબ માટે તૈયાર છે, હવે સેનાએ નિર્ણય કરવાનો છે કે તેણે આ કેમ કરવાનું છે. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાને ઇસ્લામાબાદમાં પાકિસ્તાન ફેડરલ યુનિયન ઓફ જર્નલિસ્ટ્સના સેમિનારને સંબોધિત કરતા કહ્યું કે દેશની નજર સેના તરફ છે કારણ કે તેની પાસે શક્તિ છે. વર્તમાન શાસન જેટલું લાંબુ ચાલશે, દેશ માટે એટલું નુકસાનકારક સાબિત થશે.