2018 જેમ્સ બિયર્ડ ફાઉન્ડેશન એવોર્ડ્સ માટે લેખકો અને શેફની પસંદગી

વિશ્વેશ ભટ્ટ

,,

 

 

 

 

 

ન્યુ યોર્કઃ ત્રણ ભારતીય અમેરિકનોની 2018 જેમ્સ બિયર્ડ ફાઉન્ડેશન એવોર્ડ્સ માટે પસંદગી કરવામાં આવી છે. આ ત્રણ ભારતીય અમેરિકનોમાં લેખિકા દીપા થોમસ, ન્યુયોર્ક ટાઇમ્સના પત્રકાર તેજલ રાવ અને શેફ વિશ્વેશ ભટ્ટની પસંદગી થઇ છે. લેખિકા દીપા થોમસની પસંદગી તેમના પુસ્તક ‘દીપા’સ સિક્રેટ્સ ઓન હેલ્થ એન્ડ સ્પેશિયલ ડાયેટ્સ’ માટે કરાઇ છે.
જયારે ન્યુયોર્ક ટાઇમ્સના પત્રકાર તેજલ રાવની પસંદગી તેમની ફિચર સ્ટોરી ‘ફૂડ વેન્ડરના જીવનમાં એક દિવસ’ માટે કરાઇ છે. જયારે શેફ વિશ્વેશ ભટ્ટની પસંદગી મિસિસિપીના ઓકસફર્ડમાં આવેલી તેમની રેસ્ટોરન્ટ સ્નેકબાર માટે થઇ છે.

દીપા થોમસ

ંદીપા થોમસે દિલ્હી યુનિવર્સિટીમાંથી જર્નાલિઝમ અને પોલિટિકલ સાયન્સની ડિગ્રી મેળવી છે. તેઓ 1985માં અમેરિકા આવ્યા હતા અને દીપા ટેકસટાઇલ્સની સ્થાપના કરી હતી. સન 2010થી દીપા થોમસે જર્નાલિઝમ અને કૂકિંગનો પોતાનો શોખ જાળવી રાખ્યો છે.

તેજલ રાવ

તેજલ રાવના ફૂડ કલ્ચર અને કૂકિંગ વિશેના લેખો ધ ન્યુયોર્ક ટાઇમ્સ મેગેઝીનમાં પ્રકાશિત થયા છે. તેમને ભૂતકાળમાં જેમ્સ બિયર્ડ ફાઉન્ડેશનનો એવોર્ડ પ્રાપ્ત થયેલો છે.
એટલાન્ટા ફૂડ એન્ડ વાઇન ફેસ્ટિવલની વેબસાઇટ પર જણાવ્યા મુજબ, વિશ્વેશ ભટ્ટે સન 2001માં એવોર્ડ વિજેતા શેફ જોહન કરન્સ સાથે કામ કરવાની શરૂઆત કરી હતી. તેમણે 2009માં તેમણે પોતાની રેસ્ટોરન્ટ સ્નેકબાર શરૂ કરી હતી જયાં તેમણે સધર્ન-સબકોન્ટીનેન્ટલ કુઝીનનો સમન્વય કર્યો હતો.

અખબારી યાદી મુજબ, 2018 જેમ્સ બિયર્ડ એવોર્ડ્સ માટેના નોમિનેશન 60 કેટેગરીમાં જાહેર કરવામાં આવ્યા હતા.
ન્યુયોર્ક સીટીમાં ચેલ્સિયા પિયર્સમાં પિયરે સિકસ્ટીમાં 27મી એપ્રિલ, શુક્રવારે કૂકબૂકના લેખકો, ક્યુલિનરી બ્રોડકાસ્ટ પ્રોડયુસર્સ-હોસ્ટ, ફૂડ જર્નાલિસ્ટોમાંથી વિજેતા જાહેર કરાશે.
જયારે બાકીના વિજેતાઓની જાહેરાત સાતમી મે, સોમવારે શિકાગોમાં લિરીક ઓપેરામાં જેમ્સ બિયર્ડ એવોર્ડ્સ ગાલામાં થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here