UNમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મશતાબ્દી અને આઝાદી કા અમૃત મહોત્સવ ઊજવાયા

 

ન્યુયોર્કઃ બીઍપીઍસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ્રમુખ સ્વામીજી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી તેમજ દેશમાં ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવનું સંયુક્ત રીતે અમેરિકાના ન્યુયોર્ક સ્થિત યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટરમાં આયોજન કરાયું હતું. આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત લોકો સુધી પ્રમુખ સ્વામીજીના જીવન પર આધારિત સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. ‘ધ વર્લ્ડ ઈઝ વન ફેમિલી’ના સંદેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રૂચિરા કંબોઝ, અન્ય દેશોના રાજદુતો, પ્રતિનિધિઓ અને બીઍપીઍસ સંસ્થાના સ્વયં સેવકો, હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા.