NRC પર મોદીસરકારનું મોટું નિવેદનઃ હજુ કોઈ નિર્ણય લેવાયો નથી

 

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ ઇન્ડિયન સિટિઝન (NRC) પર દેશભરમાં વિપક્ષી દળો દ્વારા મચેલી બબાલ વચ્ચે મંગળવારે સરકારે સ્પષ્ટતા કરી છે કે ફ્ય્ઘ્ને લાગુ કરવા માટે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. અત્રે જણાવવાનું કે વિરોધ પક્ષો ફ્ય્ઘ્નો ખૂબ વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીના નિવેદનને લઈને પણ ખૂબ ઘમસાણ થયું. 

કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું હતું કે હજુ સુધી સરકારે રાષ્ટ્રીય સ્તરે ફ્ય્ઘ્ બનાવવાનો કોઈ નિર્ણય લીધો નથી. દિલ્હીમાં વિપક્ષી દળોએ ઘ્ખ્ખ્ અને ફ્ય્ઘ્ના વિરોધમાં બેઠક પણ યોજી હતી. જોકે આ બેઠકમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને બીએસપી ચીફ માયાવતી સામેલ થયાં ન હતાં. 

સરકારે આ મુદ્દે અનેકવાર નિવેદન આપીને પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરવાની કોશિશ કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે બજેટસત્રની શરૂઆતમાં સંસદનાં બંને સદનોની સંયુક્ત બેઠકને સંબોધતાં ફ્ય્ઘ્નો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. જોકે સાત મહિના પહેલાં જ તેમણે એ જાહેરાત કરી હતી કે ડેટાબેસ માટે દરેક ભારતીય અંગે ‘પ્રાથમિકતાના આધારે જાણકારી’ ભેગી કરવામાં આવશે. નવી લોકસભા રચાયા બાદ ૨૦ જૂન ૨૦૧૯ના રોજ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ગેરકાયદે ઘૂસણખોરો ભારતની આંતરિક સુરક્ષા માટે મોટું જોખમ છે અને એનાથી દેશના અનેક ભાગોમાં સામાજિક અસંતુલન વધવાની સાથે જ આજીવિકા સહિતના મુદ્દાઓ પર ખૂબ દબાણ છે. તેમણે કહ્યું કે મારી સરકારે ફ્ય્ઘ્ને ઘૂસણખોરી પ્રભાવિત વિસ્તારોમાં પ્રાથમિકતાના આધારે લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઘૂસણખોરી રોકવા માટે સરહદે સુરક્ષા વધુ ચુસ્ત 

કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here