H-1B વીઝા માટે કઈ રીતે શૈક્ષણિક લાયકાત અને અનુભવને ધ્યાને લેવાય છે

0
654

 

 

H-1B વીઝા માટે અગત્યનો સવાલ એ છે કે ભરતી કરવાની હોય તે હોદ્દાને લાયક સમાનકક્ષાની બેચલર ડિગ્રી અરજદાર પાસે છે કે કેમ. H-1B વીઝા મેળવવા માટે મુખ્ય બે સવાલ હોય છે – H-1B મેળવી અમેરિકામાં મારે કામ કરવું છે, પણ મારી લાયકાત છે? કંપની માટે સવાલ કે – ફોરેન વર્કરને હાયર કરવો છે, પણ તેની પાસે H-1B વીઝાની લાયકાત છે ખરી?

અગાઉ આપણે જોયું હતું તે પ્રમાણે H-1B આધારે જૉબ લેનાર અને આપનાર બંનેએ તે માટેના જરૂરી ધોરણો પૂરા કરવા જરૂરી છે. શૈક્ષણિક લાયકાત અને અનુભવને આધારે વર્ક વીઝા મળે છે, પરંતુ વીઝા માટે અરજી કરતાં પહેલાં અરજદારે શું ધ્યાનમાં રાખવું તેની ચર્ચા અહીં કરીએ. રિક્વેસ્ટ ટુ એવિડન્સ અથવા તો નોટિસ ઑફ ઇન્ટેન્ટ ટુ ડિનાય એ ના આવે તે માટે કેવી કાળજી લેવી જરૂરી છે.

H-1B વીઝાની જગ્યા ‘સ્પેશ્યાલિટી ઑક્યુપેશન’ પ્રકારની હોવી જોઈએ. સ્પેશ્યાલિટી ઑક્યુપેશન એટલે એવી જૉબ: (1) જેમાં વિશેષ જ્ઞાનનો પ્રેક્ટિસ અને થિયરીમાં ઉપયોગ કરવાનો થાય; અને (2) ચોક્કસ વિશેષતામાં બેચલર અથવા તેને સમકક્ષ  ડિગ્રી હોવી જોઈએ, તથા અમેરિકામાં ભરતી માટે લઘુતમ લાયકાત ગણાતી હોવી જોઈએ.

આવી સમકક્ષ ડિગ્રી કે તેનાથી ઊંચી ડિગ્રી એક્રેડિટેડ કૉલેજ અથવા યુનિવર્સિટીમાંથી મળેલી હોવી જોઈએ. વ્યવસાય કરવા, પ્રેક્ટિસ કરવા માટેનું લાયસન્સ રાજ્ય સરકારનું મળેલું હોવું જોઈએ. રજિસ્ટ્રેશન અને પ્રમાણપત્ર મળી રહે તેવી ડિગ્રી હોવી જોઈએ. અમેરિકાની બેચલરની ડિગ્રીને સમકક્ષ શિક્ષણ પ્રાપ્ત કરેલું હોવું જોઈએ, વિશેષ તાલીમ મળેલી જોઈએ અથવા તબક્કાવાર જવાબદારી સંભાળી હોવાનો અનુભવ મળ્યો હોવો જોઈએ.

અમેરિકાની બહાર અભ્યાસ કર્યો હોય ત્યારે તે ડિગ્રી અમેરિકાની બેચલર કક્ષા સમકક્ષ છે કે કેમ તે ચેક કરવું જોઈએ. બેચલર ડિગ્રી છે એવું લખેલું હોય તેટલા માત્રથી તે અમેરિકાની બેચલર ડિગ્રી સમકક્ષ થઈ જતી નથી. દાખલા તરીકે ભારતમાં ત્રણ વર્ષના અને ચાર વર્ષના અભ્યાસ બાદ બેચલરની ડિગ્રી મળતી હોય છે. ત્રણ વર્ષ પછી મળતી ડિગ્રી અમેરિકાની 3 વર્ષની અંડરગ્રેજ્યુએટ કોર્સવર્ક સમકક્ષ ગણાય. ભારતમાં 4 વર્ષે ડિગ્રી મળે છે તે અમેરિકાની બેચલર ડિગ્રી સમકક્ષ ગણાય.

H-1B માટે ‘સ્પેશ્યલાઇઝ્ડ ફિલ્ડ’ માટેની ડિગ્રી હોવી જરૂરી છે. તેથી શૈક્ષણિક લાયકાત યોગ્ય છે કે નહીં તે ચકાસી લેવું જોઈએ. એકાઉન્ટન્ટની જગ્યા માટે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી માન્ય ગણાતી નથી, કેમ કે જનરલ ડિગ્રી ગણાય. બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સાથે એકાઉન્ટિંગના કોર્સ કરેલા હોય તેને જરૂરી લાયકાત છે એવી દલીલ કરી શકાય છે.

ઇવેલ્યૂશન સર્વિસ પ્રોવાઇડર ડિગ્રીનું મૂલ્યાંકન કરી આપતી હોય છે, પરંતુ તે માત્ર એડવાઇઝરી ગણાય. USCIS મૂલ્યાંકનના સર્ટિફિકેટને માન્ય કરતી નથી. કેટલાક ઇવેલ્યૂએટર્સ શૈક્ષણિક લાયકાત ચકાસે છે, જ્યારે બીજા માત્ર ‘અનુભવ’નું મૂલ્યાંકન કરતા હોય છે. કેટલાક બંને કરી આપે, તેથી ઇવેલ્યૂએટર્સની સર્વિસ લેતા પહેલાં ટ્રેક રેકર્ડ ચેક કરવો જોઈએ. રિલાયેબલ સર્વિસ ના હોય ત્યારે પિટિશન મંજૂરી થતી નથી અને રિક્વેસ્ટ ફૉર એવિડન્સ આવી જાય છે.

રિકેવ્સ ફૉર એવિડન્સ ટાળવા કેટલીક કાળજી લેવી જોઈએ: (1) યોગ્ય ડિગ્રી છે કે કેમ તે ચકાસવું જોઈએ, પ્રેક્ટિલ અનુભવને ધ્યાનમાં લેવાનો અર્થ નથી; (2) કૉલેજ ડિગ્રી ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ બાદની છે કે નહિ તે દર્શાવવું જોઈએ; (3) મૂલ્યાંકન માટેના મટિરિયલનું વિસ્તૃત વિશ્લેષણ રજૂ કરવું જોઈએ, માત્ર સામાન્ય અભિપ્રાય ચાલતો થી; અને (4) ઇવેલ્યૂઅટર્સની લાયકાત અને અનુભવ કેવા છે તે પણ દર્શાવવા જોઈએ..

બેચલર અથવા સમકક્ષ ડિગ્રી ના હોય ત્યારે વિશેષ શિક્ષણ, વિશેષ તાલીમ અને યોગ્ય અનુભવને આધારે પ્રાપ્ત થયેલી કુશળતા, જ્ઞાન, અને આવડતને આધારે પણ વીઝા મેળવી શકાય. તે માટે કેટલીક બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ:

(A) કૉલેજ કક્ષાની ટ્રેનિંગ આપી શકતી વ્યક્તિનું, એક્રેડિટેડ કૉલેજ અથવા યુનિવર્સિટીમાં કે જ્યાં સ્પેશિયાલિટી અંગેનું સર્ટિફિકેટ આપવા માટેની સત્તા હોય તેવી વ્યક્તિનું મૂલ્યાંકન; (B) કૉલેજ સમકક્ષ પરીક્ષાઓ કે સ્પેશિયલ ક્રેડિટ પ્રોગ્રામનું પરિણામ; (C) આધારભૂત ઇવેલ્યુએશન સર્વિસ આપનારી કંપનીનું મૂલ્યાંકન; (D) માન્ય પ્રોફેશનલ એસોસિએશન કે સોસાયટીનું સર્ટિફિકેટ – રજિસ્ટ્રેશન; (E) જરૂરી ડિગ્રી સમકક્ષ લાયકાત માટેનો અભ્યાસ હોય, વિશેષ ટ્રેનિંગ અને/અથવા કાર્યનો અનુભવ હોય, તે અનુભવથી નિષ્ણાત તરીકે ઓળખ મળી શકતી હોય તેના આધારે નિર્ણય કરી શકાય.

“શિક્ષણ અને અનુભવ” બંનેની લાયકાત દર્શાવતી વખતે ઇવેલ્યૂએટરે એ દર્શાવવું જરૂરી છે કે વિશેષ કાર્યમાં થિયરી અને પ્રેક્ટિકલ બંનેનો સમાવેશ થાય છે; અને આવો અનુભવ સમકક્ષ ડિગ્રી ધરાવતા સહ કર્મચારીઓ, સુપરવાઇઝર કે હાથ નીચેના કર્મચારીઓ સાથે કામ કરીને મેળવેલો હોવો જોઈએ.

USCIS સમકક્ષ લાયકાત માટે “3-to-1 rule”ની મેથડ અપનાવે છે. આ મેથડ પ્રમાણે શિક્ષણ, વિશેષ તાલીમ અને કાર્યનો અનુભવ – એ ત્રણેય ગણવામાં આવે છે. ટૂંકમાં 3 વર્ષની વિશેષ તાલીમ હોય, તથા વધુને વધુ જવાબદારી સાથે કામ કરેલું હોય ત્યારે તે દર્શાવીને કૉલેજ લેવલના શિક્ષણમાં એક વર્ષ ખૂટતું હોય તેની સામે દર્શાવી શકાય છે.

લાસ્ટ ઑપ્શન તરીકે સ્પેશિયાલિટી સાબિત કરવા માટે નીચેની યાદીમાંથી ઓછામાં ઓછો એક દસ્તાવેજ રજૂ કરવો જોઈએ:

(1) માન્ય ઓછામાં ઓછી બે ઓથોરિટી દ્વારા સ્પેશિયાલિટીને માન્ય કરવામાં આવી છે તેવું દર્શાવવું; (2) સ્પેશિયાલિટી ઑક્યુપેશમાં માન્ય વિદેશી કે અમેરિકાના એસોસિએશન અથવા સોસાયટીનું સભ્યપદ; (3) પ્રોફેશનલ પબ્લિકેશન્સ, ટ્રેડ જર્નલ્સમાં કે મોટા અખબારમાં પ્રગટ થયેલા અભ્યાસલેખ; (4) વિદેશમાં આ સ્પેશિયાલિટી ઑક્યુપેશન માટેનું લાયસન્સ કે રજિસ્ટ્રેશન મળેલું હોય તે; અથવા (5) સ્પેશિયાલિટી ફિલ્ડમાં કામગીરીને અચિવમેન્ટ ગણાવામાં આવી હોય તેવી કોઈ સિદ્ધિ.  

ટૂંકમાં H-1B માટે અરજી કરનારાએ લાયકાત સાબિત કરવી જરૂરી છે. અનુભવને પણ સમકક્ષ લાયકાત ગણાવી શકાય છે. ખાસ તો USCISને સંતોષ થવો જોઈએ કે અરજદાર અમેરિકાની બેચલર ડિગ્રી સમકક્ષ લાયકાત ધરાવે છે.

H-1B વર્ક વીઝા મેળવવાના નિયમો અને વિકલ્પો વિશે વધુ જાણકારી મેળવવા માગતો હો તો NPZ Law Groupના ઇમિગ્રેશન લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે ઇમેઇલ કરો info@visaserve.com અથવા ફોન કરો 201.670.0006 (x104). વધુ વિગોત માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com.

 

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/