70 વર્ષ બાદ જમ્મુ- કાશ્મીરમાં 370 કલમ રદ કરવામાં આવી, રાજ્યનો વિશેષ  રાજયનો દરજ્જો રદ થયો પછી સ્થિતિ બદલાી ગઈ.. .. 

 

 જમ્મુ- કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો ત્યારે – જમ્મુ- કાશ્મીરનું સંવિધાન (કોન્સ્ટીટયુશન) અલગ હતું, રાજ્યનો ધ્વજ અલગ હતો, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી દર 6 વરસ બાદ કરવામાં આવતી. જે લોકો જમ્મુ- કાશ્મીરમાં ના રહે્તા હોય, ભારતના અન્ય રાજ્યોમાં રહેતા હોય તેમને જમ્મુ- કાશ્મીરમાં સ્થાવર મિલકત કે જમીન – ઘર ખરીદવાનો અધિકાર નહોતો. જમ્મુ- કાશ્મીરના રહેવાસી નાગરિકો પ્રથમ ત્યાંની નાગરિકતા ધરાવતા , ત્યારબાદ ભારતની . અર્થાત્ તેમની ડ્યુઅલ(બેવડી) સિટિઝનશિપ રહેતી. પરંતુ 370મી કલમની જોગવાઈઓ રદ કરાયા બાદ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે ત્યાં ભારતનું બંધારણ અને ભારતનો કાયદો લાગુ થયો  છે. હવે તિરંગો ઝંડો જ રાષ્ટ્રધ્વજ ગણાશે. જમ્મુ- કાશ્મીર અને લડાખ- બન્ને કેન્દ્રશાસિત પ્રધેશ બન્યા છે. હવે અહીં દર પાંચ વરસે વિધાનસભાની ચૂંટણી કરાશે. હવે જમ્મુ- કાશ્મીર કે લડાખનો રહેવાસી માત્ર ભારતનો જ નાગરિક ગણવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here