અમેરિકાઃ ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના નવા બે લાખથી વધુ કેસ

 

વોશિંગ્ટનઃ કોરોના મહામારી સામે લાચાર મહાસત્તા અમેરિકામાં એક જ દિવસમાં બે લાખથી વધુ સંક્રમણના નવા કેસ સામે આવતાં દુનિયાભરના દેશોની ચિંતા વધી ગઇ છે. અમેરિકા કોરોના સંક્રમણના સક્રિય કેસોમાં પણ વિશ્વના દેશોથી આગળ છે. 

અમેરિકામાં કોરોના સંક્રમણની સ્થિતિ પર નજર રાખી રહેલ જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં આ ખુલાસો થયો હતો. રિપોર્ટ મુજબ વિતેલા ૨૪ કલાકમાં અમેરિકામાં ૨,૦૧,૯૬૧ કોરોના સંક્રમણના નવા કેસ સામે આવ્યા હતા. આ આંકડો અત્યાર સુધીના દૈનિક સ્તરે આવી રહેલા નવા કેસોમાં સૌથી મોટો આંકડો હતો. આ સમય દરમિયાન અમેરિકામાં ૧,૫૩૫ કોરોના સંક્રમણના દર્દીઓના મોત નીપજ્યા હતા. અમેરિકામાં અત્યાર સુધી કુલ ૧,૦૨,૩૮,૨૪૩ કોરોના સંક્રમણના કેસ સામે આવી ચૂક્યા છે અને ૨,૩૯,૫૮૮ લોકો જીવ ગુમાવી બેઠા છે. જોકે વર્તમાન પરિસ્થિતિને લઇને અમેરિકન પ્રશાસન સતત દેશવાસીઓને કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા પર જોર આપી રહી છે, પરંતુ અમેરિકાના દૈનિક સ્તરે સામે આવી રહેલા કેસો સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here