અમેરિકામાં કોઈ ફોરેન વર્કરને છુટ્ટો કરવાનો થાય ત્યારે રાજ્યના અને કેન્દ્રના ઘણા બધા કાયદાઓને ધ્યાનમાં લેવાના હોય છે. તેથી અમુક પ્રકારના બિનનાગરિક કર્મચારીને છુટ્ટો કરવા પહેલાં શું કાળજી લેવી જોઈએ તે આ લેખમાં જોઈએ.
H-1B, H-1B1, અથવા E-3 કર્મચારી માટે
શ્રમ મંત્રાલયના લેબર કન્ડિશન એપ્લિકેશન અંગેના નિયમો તથા યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS)ના નિયમો અનુસાર આ વીઝા સાથેના કર્મચારીને છુટ્ટા કરવામાં કાળજી લેવી જરૂરી છે. યોગ્ય પ્રક્રિયા ના થઈ હોય ત્યારે ફરજમુક્તિ રદ થાય તેવા સંજોગોમાં કર્મચારીને પાછલી મુદતથી વેતન ચૂકવવું પડતું હોય છે. આ માટેના નિયમો જોઈએ તોઃ
- ટર્મિનેશન પહેલાં નોકરીમાંથી છુટ્ટા કરવાની લેખિત નોટીસો આપવી
- USCISને પણ લેખિતમાં જાણ કરવી (USCISમાં પિટિશન્સ ફાઈલ થયેલી હોય ત્યારે)
- શ્રમ મંત્રાલયમાં લેબર કન્ડિશન એપ્લિકેશન ફાઈલ કરી હોય તે પરત લેવી
વિદેશ કર્મચારીને છુટ્ટો કરવામાં આવે ત્યારે તેને વતનના દેશમાં પરત જવા માટે જરૂરી ખર્ચ “ઓફર” કરવો ઘણીવાર જરૂરી બનતો હોય છે. કર્મચારી ટર્મિનેશન પછી 60 દિવસ માટે અમેરિકામાં રહી શકે છે ખરો, જે દરમિયાન અન્ય નોકરી માટેની શોધ કરી શકાય છે.
O-1 સ્ટેટસ સાથેના કર્મચારીને છુટ્ટા કરતા પહેલાં નીચે પ્રમાણે કરવું જોઈએ:
- USCISને લેખિતમાં જાણ કરવી
- કર્મચારીને વતનના દેશ અથવા રહેઠાણના સ્થળે પરત જવા માટેના ખર્ચની વાજબી ઓફર આપવી
E-1 અને/અથવા E-2 સ્ટેટસ સાથેના કર્મચારીને છુટ્ટા કરતા પહેલાં નીચે પ્રમાણે કરવું જોઈએ:
આ માટે કોઈ ખાસ કાયદાકીય જરૂરિયાત નથી, પરંતુ જે કૉન્સ્યૂલેટ દ્વારા E વીઝા આપવામાં આવ્યા હોય તેને ટર્મિનેશની જાણ કરવી જરૂરી છે.
L-1 અને/અથવા TN સ્ટેટસ સાથેના કર્મચારીને છુટ્ટા કરતા પહેલાં નીચે પ્રમાણે કરવું જોઈએ:
આ સ્ટેટસ સાથેના કર્મચારીને છુટ્ટો કરતાં પહેલાં ખાસ કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી કે તેના માટે કોઈ નોટીસ કે વતન જવાનો ખર્ચ આપવાની જરૂર રહેતી નથી.
I-140 પિટિશન પાછી ખેંચી લેવી
વિદેશી કર્મચારીને છુટ્ટો કર્યા પછી કંપનીએ I-140 પિટિશન્સ પરત ખેંચવાની જરૂર હોતી નથી. તેમ કરવાથી ફોરેન વર્કર માટે મુશ્કેલી થઈ શકે છે. તેના બદલે ટર્મિનેશ પછી 180 દિવસ સુધી રાહ જોવી જોઈએ. બીજું કે ઘણા કિસ્સામાં કર્મચારી અને કંપની માટે એક જ વકીલ હોય છે. કેટલીક પ્રક્રિયા માટે તે ચાલી જાય, પણ કંપની માટે વધારે યોગ્ય એ ગણાય કે પોતાના વકીલ અલગ રાખે. કેટલીકવાર કોના પ્રત્યે વફાદારી રહેશે તે વકીલો જણાવતા હોય છે. પોતાના પ્રતિનિધિ તરીકે લિગલ કૉન્સલની પસંદગી કરતી વખતે આ બધી બાબતોની સ્પષ્ટતા કરી લેવી જોઈએ.
અમેરિકાના ઇમિગ્રેશન અને નેશનાલિટીના આ પ્રકારના લૉઝ તમને, તમારા સગા તથા મિત્રોને કેવી રીતે અસર કરી શકે છે તે વિશે વધુ માહિતી માટે અમારા NPZ લૉ ગ્રુપના લૉયર્સનો સંપર્ક કરી શકો છો. આ માટે અમને ઈમેઇલ કરો – info@visaserve.com અથવા ફોન કરો 201-670-0006 (104). વધુ માહિતી માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com.
NPZ Law Group, P.C.
Phone: 201-670-0006 (ext. 107)
Website: https://visaserve.com/