બોકસર લવલીના બોરગોહેન ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચવાનું ચૂકી ગયા હતા. પણ તેમણે બ્રોન્ઝ મેડલ હાંસલ કરી લીધો હતો. આ રીતે તેઓ બ્રોન્ઝ મેડલ જીતનારા બોકસિંગના ત્રીજા ભારતીય ખેલાડી બન્યાં છે. તેમની પહેલાં વિજેન્જ્ર સિંહે ( બીજિંગ ઓલિમ્પિક -2008) અને એમ. સી. મેરી કોમ ( લંડન ઓલિમ્પિક -2012) બોકસિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યાં હતા. લવલીનાનું પ્રદર્શન ત્રીજા રાઉન્ડમાં વધુ ખરાબ રહ્યું હતું. તેમને 3 જજોએ 9 પોઈન્ટ, અને બે જજોએ 8-8 પોઈન્ટ આપ્યા હતા. જો કે લવલીના પહેલીવાર આોલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. એ દ્રષ્ટિએ તેમનું બ્રોન્ઝ મેડલ જીતવું પણ સુવર્ણ ચંદ્રક જેવું જ મહત્વનું છે. ઉલ્લેખનીય વાત એ છેકે, ગત વરસે તેઓ કોરોનાથી સંક્રમિત થયા હોવાને કારણે યુરોપમાં અભ્યાસ -પ્રવાસ કરવા માટે જઈ શક્યા નહોતા આસામના ગોલાઘાટ જિલ્લાના વતની લવલીનાએ કિક બોકસર તરીકે શરૂઆત કરી હતી. પરંતું પાછળથી ભારતીય ખેલ પ્રાધિકરણના અધિકારીઓે તેમનામાં રહેલી પ્રતિભાને આળખી હતી. આ અધિકારીઓના પ્રયાસને કારણે જ તેઓ બોકસિંગની વિશ્વ- સ્પર્ધામાં (2018માં ) સામેલ થઈ શક્યા હતા.તે સમયે તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે બીજીવાર તેઓ ઓલિમ્પિક સ્પર્ધામાં બોકસિંગમાં બ્રોન્ઝ મેડલ જીતી ગયાં છે.