હૃદયનો વાલ્વ બદલાવવો હવે અત્યાધુનિક સારવારથી સરળઃ ડો. સમીર દાણી

0
2177

 

 

અમદાવાદઃ હૃદયની બિમારીથી પીડાતા દર્દીઓને વાલ્વ બદલવાની સમસ્યામાં ખૂબ આરામદેય સમાચાર છે કે, હવે વાલ્વ બદલવાની સારવાર અતિ આધુનિક ટેક્નોલોજી અને પદ્ધતિ વડે શકય બની છે. એટલું જ નહિ, વાલ્વ બદલ્યાનાં બીજા જ દિવસે પોતાની રોજીંદી પ્રવૃત્તિમાં જોડાઈ શકે છે.

વાત બિલકુલ સાચી છે. વર્ષો અગાઉ હૃદયની સારવાર માટે આર્થિક સંપન્ન દર્દી અમેરિકા-યુરોપ સારવાર માટે જતા હતાં. બાદમાં મદ્રાસ (ચેન્નાઈ)માં એપોલો હોસ્પિટલમાં હૃદયને લગતી બિમારીઓની સારવાર ઉપલબ્ધ થતાં, દર્દીઓ ચેન્નાઈ જતા, તે પણ સુખી અને સંપન્ન દર્દી જ. સામાન્ય દર્દી માટે ચેન્નાઈ પણ એ વખતે અમેરિકા-યુરોપ જેવું જ હતું. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સારવાર હવે ઘર આંગણે ઉપલબ્ધ થઈ રહી છે. બે દાયકા અગાઉ ઉદ્ભવેલો ‘મેડિકલ ટુરીઝમ’ શબ્દ સંપૂર્ણ રીતે યથાર્થ ઠર્યો છે. ફક્ત સ્થાનિક જ નહિ પરંતુ હવે દેશ-વિદેશનાં દર્દીઓ આપણે ત્યાં વિશ્વસ્તરીય તીબીબી સારવાર તેમને પોસાય તેવા ખર્ચામાં મેળવી રહ્યા છે.

તબીબી સારવાર અને સાધન સગવડો ખૂબ આધુનિક બન્યા છે. જટિલ બિમારીઓ અને સર્જરીઓ માટે ભારત હવે લોકપ્રિય તબીબી સ્થળ ઉભરી રહ્યું છે. આવા સંજોગોમાં હૃદયનાં દર્દીઓ માટે ખૂબ સારા સમાચાર છે.

હૃદયની બિમારીમાં બાયપાસ સર્જરી સાથે વાલ્વ બદલવાની સર્જરી ખૂબ મહત્ત્વની ગણાય છે. હૃદયમાં રહેલા ચાર વાલ્વ હૃદયમાં પૂરતી માત્રામાં લોહી પહોંચાડવાનું કામ કરતા રહે છે. એક અહેવાલ મુજબ પાંચ લીટર જેટલું લોહી હૃદયને મળતું રહે તે માટે ચારેય વાલ્વ યોગ્ય રીતે કાર્યક્ષમ હોવા જરૂરી છે, પરંતુ ઉંમર થતાં હૃદયમાં કેલ્શીયમની માત્રા વધતા વાલ્વની ક્ષમતામાં ઘટાડો થાય છે. જે હૃદય માટે ગંભીર બની શકે છે. તેથી વાલ્વ બદલવાની જરૂરિયાત ઊભી થાય છે. વાલ્વની ગંભીર સમસ્યા અને સર્જરીના દર્દીઓ માટે હવે આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર અમદાવાદમાં એપોલો CVHF હોસ્પિટલ ખાતે જાણીતા કાર્ડીયોલોજીસ્ટ સમીર દાણી દ્વારા ઉપલબ્ધ બની છે. 

મૂળ અમદાવાદમાં તબીબી અભ્યાસ કર્યા બાદ અમેરિકામાં છેલ્લાં ૨૫ વર્ષોથી સ્થાયી થયેલા ડો. રાજ મક્કર આ ક્ષેત્રે ક્રાંતિકારી સફળ સર્જરી એપોલો CVHF સાથે સંયુક્ત રીતે ઉપલબ્ધ કરાવી રહ્યા છે. 

કાર્ડીયોલોજીસ્ટની સફળ પ્રેક્ટિસ કરતાં ડો. સમીર દાણીએ ‘ગુજરાત ટાઇમ્સ’ને માહિતી આપતા જણાવ્યું હતું કે, હૃદયને યોગ્ય માત્રામાં લોહી પૂરું પાડવામાં ચારેય વાલ્વની કામગીરી મહત્ત્વની છે. જો પ્રોપર લોહી હૃદયને ન પહોંચે તો હાર્ટ ફેઇલ થવાનાં ચાન્સ વધી જાય છે. અગાઉ આ પરિસ્થિતિમાં ઓપન હાર્ટ સર્જરીના બદલે હવે TARV (ટ્રાન્સકેથેટર એરોટીક વાલ્વ રીપ્લેસમેન્ટ) પદ્ધતિથી કોઈપણ વાઢકાપ કર્યા વગર, ઓપન હાર્ટ સર્જરી વગર વાલ્વ બદલી શકાય છે.

મૂળ અમદાવાદનાં અને હવે અમેરિકા સ્થાયી થયેલા ડો. રાજ મક્કર હાલમાં લોસ એન્જેલસમાં કાર્ડીયોલોજીસ્ટ તરીકે સેવાઓ આપે છે. અમદાવાદમાં ફ્ણ્ન્ કોલેજમાં ભણેલા અને અમદાવાદનાં પ્રખ્યાત કાર્ડીયોલોજીસ્ટ ડો. સમીર દાણીનાં તેઓ સહાધ્યાયી રહી ચૂક્યા છે. ડો. સમીર દાણી એસ.જી. હાઇવે (અમદાવાદ)માં એપોલો  CVHF   હોસ્પિટલ સેવાઓ આપી રહ્યા છે. ડો. દાણીના જણાવ્યા મુજબ  અમેરિકામાં TARV પદ્ધતિથી વાલ્વ રીપ્લેસમેન્ટની સફળ સર્જરીઓ થઈ રહી છે.

ત્યારે પોતાનાં જ્ઞાન અને આવડતનો વધુ લાભ લોકોને મળતો રહે ઉપરાંત વાલ્વ બદલવાની સર્જરી અંગે જાગૃતતા વધે એ આશયથી ડો. રાજ મક્કર એપોલો ઘ્સ્ણ્જ્ સાથે તેઓ વ્ખ્ય્સ્ પદ્ધતિથી વાલ્વ રીપ્લેસમેન્ટનો પ્રસાર કરી રહ્યા છે.

ડો. રાજ મક્કરનાં જણાવ્યા મુજબ TARV પદ્ધતિથી સો વર્ષનાં દર્દીને પણ સર્જરીમાં સફળતા મળી છે. આમ TARV આધુનિક પદ્ધતિથી વાલ્વ બદલાવો સરળ અને નહિવત જોખમી રહ્યો છે.