ટોક્યોમાં પેરાલિમ્પિક 2021 રમતોત્સવનો  પ્રારંભ થયો …

 

 ટોકયોમાં  ગત સપ્તાહથી પેરાલિમ્પિક રમતોત્સવનો આરંભ થઈ ગયો છે. ભારતના 54 ખેલાડીઓ નવ રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રિયો પેરાલિમ્પિકની સુવર્ણચંદ્રક વિજેતા મરિયપ્પન થંગવેલુ ઉદઘાટન સમારોહમાં ભારતીય ટીમના ધ્વજવાહક રહેશે. આ રમતોત્સવ આગામી 5 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.ભારતીય ખેલાડીઓ તિરંદાજી,એથ્લેટિકસ, બેટમિન્ટન જેવી વિવિધ સ્પર્ધાઓમાં પોતાની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરશે. આ પેરાલિમ્પિક રમતોત્સવમાં પોતાની રમતનું શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓની ટીમ છે. અત્યાર સુધીમાં રમતના ક્ષેત્રે સુંદર  પ્રદર્શન કરનાર ખેલાડીને જ અહીં પ્રતિનિધિત્વ મળ્યું છે. ટેબલ ટેનિસમાં ગુજરાતમાં મહિલા ખેલાડી સોનલ પટેલ અને ભાવના પટેલ જયારે બેડમિન્ટનની રમતમાં પારુલ પરમાર સહિત અન્ય 54 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here