ચારુુસેટ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક નેત્રરોગ કેમ્પ
ચાંગાઃ ચાંગાસ્થિત વર્લ્ડ ક્લાસ મલ્ટી સ્પેશિયાલિટી ચારુસેટ હોસ્પિટલના ઉપક્રમે બાંધણી ગામમાં પાટીદાર સેવા સમાજ અતિથિગૃહમાં તાજેતરમાં નિઃશુલ્ક નેત્રરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૮૧ દરદીએ લાભ લીધો હતો.
આ નિઃશુલ્ક નેત્રરોગ નિદાન કેમ્પમાં ચારુસેટ હોસ્પિટલના નિષ્ણાત ઓપ્થેલ્મોલોજિસ્ટ ડો. જય શાહ અને તેમની ટીમ દ્વારા આંખના રોગો સંબંધિત આરોગ્યલક્ષી નિદાન કરવામાં કરવામાં આવ્યું હતું અને ફ્રી આઇ ચેક-અપ કરી આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૧૮૧ દરદીને આંખ, મોતિયાં, ઝામરસંબંધી વિવિધ પ્રકારના રોગો વિશેની માહિતી પૂરી પાડવામાં આવી હતી અને નજીકનાં ચશ્માંનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો ૫૮ દરદીએ લાભ લીધો હતો. ચારુસેટ હોસ્પિટલમાં ૨૦૦ દરદીને નિઃશુલ્ક મોતિયાંની સર્જરી કરી આપવામાં આવશે, એની માહિતી પણ આપવામાં આવી હતી. ક્લિનિકલ ઇન્સ્ટ્રક્ટર (ઓપ્ટોમેટ્રિસ્ટ) રાજનંદિની પાટીદાર, કાઉન્સિલર કોમલ સોની, ચારુસેટ યુનિવર્સિટીના ચરોતર ઇનિ્સ્ટટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સીસના ઓપ્ટોમેટ્રી વિભાગના વિદ્યાર્થીઓ અને ચારુસેટ હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ કેમ્પમાં સેવા આપવામાં આવી હતી.
આ કેમ્પને સફળ બનાવવામાં પાટીદાર સેવા સમાજ અતિથિગૃહના ટ્રસ્ટીઓ ભરતભાઈ પટેલ, કનુભાઈ પટેલ, અંકુર એસ. પટેલ, ઉજ્જવલ કે. પટેલ વગેરેનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
ઉલ્લેખનીય છે કે આયુષ્માન ભારત યોજના તથા મા યોજના અંતર્ગત ફ્ખ્ગ્ણ્ માન્યતાપ્રાપ્ત ચારુસેટ હોસ્પિટલમાં ફરીથી વિવિધ સુવિધાનો પુનઃઆરંભ થયો છે અને વધુ ને વધુ દરદીઓ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. ચારુસેટ હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના અને મા યોજના દરદીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.