મધર ઇન્ડિયા ક્રોશેટ કવીન્સ દ્વારા લશ્કરી જવાનો માટે 5000 મફલર-ટોપી

મધર ઇન્ડિયા ક્રોશેટ ક્વીન્સ દ્વારા પ્રોજેક્ટ રિટર્ન વિથ થેન્ક્સ ટુ ઇન્ડિયન બ્રેવ બ્રધર્સ માટે અમદાવાદમાં મીટનું આયોજનકરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત ભારતીય લશ્કરી જવાનોને અંકોડી અને ઊનથી ટોપી અને મફલર અપાશે. તસવીરમાં કોમલ પટેલ, રસિકાબહેન ચૌહાણ, તસડીક કાદરી, ડો. દિવ્યા પટેલ, સંધ્યા અકોલકર, શુભદા અગ્નિહોત્રી, સુનીતા આહુજા, આરતી રાઠોડ, સોનલ પટેલ, ડો. પ્રીતિ પટેલ નજરે પડે છે.

આણંદઃ મધર ઇન્ડિયા ક્રોશેટ ક્વીન્સ દ્વારા આગામી પ્રોજેક્ટ રિટર્ન વિથ થેન્ક્સ ટુ ઇન્ડિયન બ્રેવ બ્રધર્સ માટે અમદાવાદમાં મીટનું આયોજન કોમલ નિરંજનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. મધર ઇન્ડિયા ક્રોશેટ ક્વીન્સ (એમઆઇસીકયુ)નાં ફાઉન્ડર સુબાશ્રી નટરાજન દ્વારા આગામી 25મી નવેમ્બરે અમદાવાદમાં શાહીબાગમાં રિટર્ન વિથ થેન્ક્સ ટુ ઇન્ડિયન બ્રેવ બ્રધર્સ પ્રોજેક્ટ અંતર્ગત ભારતીય લશ્કરી જવાનો માટે એમઆઇસીકયુ મેમ્બર્સ અંકોડી અને ઊનથી ટોપી અને કાઉલ (મફલર) બનાવીને આપવામાં આવશે.
આ હેતુથી એમઆઇસીકયુ ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશનાં ગુડવિલ એમ્બેસેડર કોમલ નિરંજનભાઈ પટેલ દ્વારા અમદાવાદમાં તાજેતરમાં એક મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી 43 બહેનો આ પ્રોજેકટમાં કાર્યરત છે. કોમલ પટેલ, રસિકાબહેન ચૌહાણ, તસડીક કાદરી, ડો. દિવ્યા પટેલ, સંધ્યા અકોલકર, શુભદા અગ્નિહોત્રી, સુનીતા આહુજા, આરતી રાઠોડ, સોનલ પટેલ, ડો. પ્રીતિ પટેલે આ મીટમાં હાજરી આપી હતી. બહેનોએ બનાવેલી ટોપીઓ અને કાઉલનું પ્રદર્શન કર્યું હતું. કોમલ પટેલે બાસ્કેટ વીવ પેટર્ન શીખવી હતી. ઉલ્લેખનીય છે કે ઼બહેનો સંપ અને સહકારથી શું કરી શકે છે તે માટે એમઆઇસીક્યુ એક સુંદર ઉદાહરણ છે. આખા ભારતની એમઆઇસીક્યુ બહેનો દ્વારા લગભગ પાંચ હજાર ટોપી અને મફલર બનાવવામાં આવશે. ગુજરાતમાંથી 43 બહેનો 375 ટોપી અને મફલર બનાવાશે. એક બહેન ઓછામાં ઓછાં પાંચ ટોપી અને પાંચ મફલર બનાવશે. કોમલ પટેલ 50 ટોપી અને 50 મફલર બનાવશે

‘નયે ઇન્ડિયા કી ખોજ’ એવોર્ડ્સમાં મધર ઇન્ડિયા ક્રોશેટ ક્વીન્સ કોમલ પટેલને ટોપ-20માં સ્થાન
આણંદઃ હીરો મોટરકોર્પ અને સંદેશ ન્યુઝ દ્વારા આયોજિત કાર્યક્રમ એચએફ ડિલક્સ ‘નયે ઇન્ડિયન કી ખોજ’ ગુજરાતના નાના-મોટા વિસ્તારમાં વસતા સ્પેશિયલ એબિલિટી અને ટેલેન્ટ ધરાવતી વ્યક્તિઓને પ્રેરણા મળી રહે તે હેતુથી હીરો એવોર્ડ્સનું આયોજન કરાયું હતું, જેમાં મધર ઇન્ડિયા ક્રોશેટ ક્વીન્સ ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશનાં ગુડવિલ એમ્બેસેડર કોમલ નિરંજનભાઈ પટેલે ટોપ-20માં સ્થાન મેળવી ચરોતરનું ગૌરવ વધાર્યું છે.
આ એવોર્ડ ફંક્શન અગાઉ પોતાની આગવી ઓળખ ઊભી કરનારાઓ પાસેથી 5000થી વધુ એન્ટ્રી મગાવવામાં આવી હતી અને તેમાંથી 20થી વધુ અગ્રણીઓની પસંદગી થઈ હતી. 29મી મેએ હીરો એવોર્ડ્સ વિવિધ મહાનુભાવોના હસ્તે એનાયત થયા હતા. આ સ્પર્ધા માટે ચાર કેટેગરી, જેવી કે આર્ટ એન્ડ ટેલેન્ટ, સમાજસેવા, સ્ટાર્ટઅપ, સમાજ માટે પ્રેરણારૂપ અને કેટેગરી મુજબ 20 સ્પર્ધકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
કોમલબહેને ક્રોશેટની કલા થકી ત્રણ ગિનેસ રેકોર્ડ નોંધાવેલા છે અને પોતાના અમદાવાદથી આણંદના અપ-ડાઉનના સમય તથા શનિવારે બહેનોને આ કલા વિનામૂલ્યે શીખવે છે. ક્રોશેટ (અંકોડી અને ઊનથી બનાવવામાં આવતી વસ્તુ) કલા જે લુપ્ત થતી જતી હતી તે 2015થી મધર ઇન્ડિયા ક્રોશેટ ક્વીન્સના ગ્રુપ થકી ફરી જાગૃત થઈ છે. કોમલ પટેલનો પ્રયાસ છે કે દરેક બહેનોને જેમ ઘરનાં કામ કરતાં આવડે છે તે જ રીતે આ કલા પણ આવડે અને એના થકી થતા શારીરિક લાભ મેળવે. કોમલબહેને આ કાર્યમાં સહકાર આપવા બદલ તેમનાં માતાપિતા, પરિવારજનો, એમઆઇસીક્યુના ફાઉન્ડર સુબાશ્રી નટરાજનનો આભાર માન્યો હતો. (ગુજરાત ટાઇમ્સ સંકલન)
.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here