૧૨ થી  ૧૫ વર્ષના બાળકો માટે આવી ગઈ અસરકારક કોરોના વેક્સિન,

 

નવી દિલ્હીઃ વેક્સિન બનાવનારી અમેરિકી કંપની ફાઇઝર ઇંક અને બાયોનટેક એસઈ એ હાલમાં ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર વેક્સિનની ટ્રાયલ શરૂ કરી હતી. કંપનીએ દાવો કર્યો છે કે ૧૨ વર્ષથી ૧૫ વર્ષના બાળકો માટે કોરોના વેક્સિન ૧૦૦ ટકા અસરકારક છે. આપનેે જણાવી દઈએ કે અમેરિકામાં ૧૬ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના યુવાઓને ફાઇઝરની વેક્સિન આપવામાં આવી રહી છે. 

કંપનીને આશા છે કે ૨૦૨૨ સુધી રસીકરણની ઉંમરને વધારી દેવામાં આવશે. ભારતમાં હાલ ૪૫ વર્ષથી વધુ ઉંમર અને ફ્રંટલાઇન વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. બાળકોને રસી આપવામાં આવી રહી નથી. 

મોડર્ના ઇંકે પણ પાછલા સપ્તાહે આવી એક ટ્રાયલ લોન્ચ કરી હતી. ૬ મહિના સુધીના બાળકોને રસી આપવામાં આવી હતી. વર્તમાનમાં માત્ર ભ્શ્જ્ઞ્દ્યફૂશ્વ / ગ્જ્ઞ્ંફ્વ્ફૂણૂત્ર્ વેક્સિનનો ઉપયોગ સંયુક્ત રાજ્ય અમેરિકામાં ૧૬ અને ૧૭ વર્ષના બાળકો માટે કરવામાં આવી રહ્યો છે. મોડર્નાના ડોઝ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી રહ્યાં છે. 

વિશ્વમાં કોરોનાનું સંક્રમણ ફરી વધી રહ્યું છે. ભારતમાં પણ તેની ગતિ વધી છે. પરંતુ મહામારી વિરુદ્ધ રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ બાળકો માટે વેક્સિનના ઉપયોગની મંજૂરી આપવામાં આવી નથી. ભારતમાં કોવેક્સિન અને કોવિશીલ્ડ દ્વારા મોટા પાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દેશમાં એક એપ્રિલથી ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોરોના રસીકરણની તૈયારીઓ વચ્ચે કેન્દ્રએ બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે સમીક્ષા બેઠક કરી તથા એવા ક્ષેત્રની ઓળખ કરવાનું કહ્યું જ્યાં રસીકરણવાળા લોકોની સંખ્યા ઓછી છે. તેમાં ખાસ કરી તેવા જિલ્લાની ઓળખ કરવાનું કહ્યું જ્યાં સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here