લોટરીમાં મળે મને H-1B વીઝા ના મળ્યા તો હવે શું કરવું

0
845

 

Continued from last week…

Administrative Appeals Office (AAO)  એ USCIS જ એક વિભાગ છે અને તે USCIS નીતિને ધ્યાનમાં રાખીને જ આ પ્રકારના નિર્ણયો કરતો હોય છે. USCIS નીતિ એવી છે કે સંસ્થાઓ સંલગ્ન છે કે કેમ તે જાણવા માટે અને તેની વ્યાખ્યા માટે 8 C.F.R. § 214.2(h)(19)(iii)(B).એ કલમોનો આધાર લેવો.

ખાસ કરીને USCIS આ પ્રમાણેની વ્યાખ્યા ધ્યાનમાં લેતી હોય છેઃ એવી નોન-પ્રોફિટ સંસ્થા (હોસ્પિટલ અને મેડિકલ અને રિસર્ચ સંસ્થા સહિત) જે હાયર એજ્યુકેશન ઇનિ્સ્ટટ્યૂટ સાથે જોડાયેલી હોય, તેમની માલિકી સહિયારી હોય અથવા સમાન બોર્ડ કે ફેડરેશન દ્વારા તેનું સંચાનલ થતું હોય અથવા તેની સાથે મેમ્બર, બ્રાન્ચ, કોઓપરેટિવ કે સબસિડરી તરીકે જોડાયેલી હોય.

તેના પાંચ મુદ્દા જોઈએઃ (૧) હાયર એજ્યુકેશન ઇનિ્સ્ટટ્યૂટ સાથે નોનપ્રોફિટ સમાન માલિકી કે સમાન બોર્ડ – ફેડરેશનનું નિયંત્રણ ધરાવતી હોય; (૨) હાયર એજ્યુકેશન ઇનિ્સ્ટટ્યૂટ દ્વારા નોનપ્રોફિટનું સંચાલન થતું હોય; (૩) મેમ્બર, બ્રાન્ચ, કોઓપરેટિવ કે સબસિડરી તરીકેનો સંબંધ હોય; અથવા (૪) બંને વચ્ચે કામગીરીની ભાગીદારી અંગેના કરારો થયા હોય.

નોનપ્રોફિટ રિસર્ચ સંસ્થા અને સરકારી રિસર્ચ સંસ્થાની વ્યાખ્યા માટે પણ શ્લ્ઘ્ત્લ્ હંમેશા(8 CFR

  • 214.2(h)(19)(iii)(B))  હેઠળ આપવામાં આવેલી વ્યાખ્યાને અનુસરે છે. બેઝીક અને એપ્લાયડ રિસર્ચનું કામ કરનારી સંસ્થાને નોનપ્રોફિટ રિસર્ચ સંસ્થા ગણવામાં આવે છે અને સરકારી રિસર્ચ સંસ્થાની વ્યાખ્યા સ્પષ્ટ છે કે તે ફેડરલ કે સ્ટેટની સંસ્થા હોય છે અને તેનું મુખ્ય કાર્ય પણ બેઝીસ અને એપ્લાયડ રિસર્ચને ઉત્તેજન આપવાનું હોય છે.

આ રીતે આ વધુ એક કેટેગરી છે, જેમાં કેપ સબજેક્ટ સિવાયની વધારાની સંખ્યામાંH-1B વીઝા મેળવી શકાય. તે માટે ઉપર પ્રમાણેની વ્યાખ્યાઓ  અનુસાર કામ કરનારી સંસ્થાઓને ત્યાં જોબ મળે તે જરૂરી હોય છે.

H-1B નોનઇમિગ્રન્ટ વીઝા માટે આ પ્રકારની અન્ય માહિતી તથા માર્ગદર્શન માટે NPZ લો ગ્રુપના લોયર્સનો સંપર્ક કરવા માટે અમે તમને આમંત્રીએ છીએ.

——————————————————————————————————————————————-

લોટરીમાં મળે મને H-1B વીઝા ના મળ્યા તો હવે શું કરવું

નાણાકીય વર્ષ ૨૦૨૧ માટે USCIS અંદાજે ૨૭૫,૦૦૦ H-1b પિટિશન્સ મળી હતી. પિટિશન્સ મળ્યા બાદ રેન્ડમ સિલેક્શન થતું હોય છે, એટલે ૨૦૨૨ માટેની લોટરીમાં પોતાને h-1b મળશે કે કેમ તેની અનિશ્ચિતતા હોય છે. તેથી અમેરિકામાં ટેમ્પરરી ધોરણે કામકાજની મંજૂરી મળે તે માટેના બીજા વિકલ્પો પણ વિચારવાનું શરૂ કરવું જોઈએ. લોટરીમાં નંબર ના લાગ્યો હોય તેવા લોકોને માટે બીજા કેવા વિકલ્પો ઉપલબ્ધ છે તેની ચર્ચા અહીં કરી છે.

CAP-EXEMT H-1B VISAS:

H-1Bવીઝાની મર્યાદાથી આગળ વધીને પણ વીઝા મેળવવા માટે એક કેટેગરી છે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં નોકરી. નોનપ્રોફિટ ઉચ્ચ શિક્ષણ સંસ્થાની ઓફર હોય તો અથવા નોનપ્રોફિટ કે સરકારી રિસર્ચ ઇન્સિટ્યૂશનમાં નોકરી મળતી હોય તો વીઝા મળી શકે છે.

આવી સંસ્થાઓમાં સીધી નોકરી ના મળતી હોય તો પણ વીઝા મળી શકે. જો આ પ્રકારની સંસ્થા દ્વારા કામે રાખવામાં આવેલી વ્યક્તિ ભલે સીધી તેને ત્યાં કામગીરી ના કરતી હોય, પરંતુ અન્ય નોનપ્રોફિટ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં અથવા નોનપ્રોફિટ કે સરકારી રિસર્ચ ઇનિ્સ્ટટ્યૂટમાં મહત્ત્વની કામગીરી બજાવવાની હોય તો પણ વીઝા મળી શકે છે.

દાખલા તરીકે એક આઈટી કંપનીએ અમેરિકાની કોઈ યુનિવર્સિટી સાથે કરાર કર્યો છે કે યુનિવર્સિટીના સોફ્ટવેરને ડેવલપ કરવા કે કસ્ટમાઇઝ કરવા માટે આઈટી કન્સલ્ટન્ટ્સની ભરતી અને નિમણૂક તે કરશે. આવી આઈટી કંપની જેમને નોકરીએ રાખે તેની મુખ્ય જવાબદારી આવી યુનિવર્સિટીમાં જઈને કામગીરી કરવાની હોય તો તેને કેપ સિવાયના વીઝાનો લાભ મળી શકે. યુનિવર્સિટીના હેતુને પાર પાડવા માટે જરૂરી સોફ્ટવેર વગેરેને કામગીરી તે વ્યક્તિ પાર પાડવાની હોય તો તેને H-1B cap -exempt કર્મચારી ગણી શકાય, ભલે તે યુનિવર્સિટીમાં સીધી નોકરી ના કરતી હોય.

અન્ય પ્રોફેશનલ અને સ્પેશ્યાલિટી વર્કર તરીકે H-1B1, TN  અને E-3 વીઝાઃ

H-1B જેવા જ વીઝાની બીજી પણ નોનઇમિગ્રન્ટ વીઝા કેટેગરીઝ છે. ચોક્કસ દેશના પ્રોફેશનલ વર્કર્સ માટે કામચલાઉ કામગીરી માટે આ વીઝા મળી શકે છે. અમેરિકા સાથે વેપાર કરાર કરેલા દેશોના નાગરિકોને આ વીઝાનો લાભ મળે છે. આને ધ્યાનમાં રાખીને HR પ્રોફેશનલ્સ પોતાની કંપનીની ભરતીની પ્રક્રિયાને ગોઠવે છે અને કુશળ ઉમેદવારો મેળવી શકે છે.

H-1B1 વીઝા પ્રોગ્રામ ચીલી (૧૪૦૦ વીઝા) અને સિંગાપોરના નાગરિકો માટે (૫૪૦૦ વીઝા) છે. આ રીતે ૬,૮૦૦ વીઝા H-1B કેપ ૬૫,૦૦૦ વીઝામાંથી અલગ રખાય છે. USCIS પિટિશન કર્યા વિના ચીલી અને સિંગાપોરમાં અમેરિકન એમ્બેસી અરજી કરીને વીઝા મેળવી શકાય છે. એ જ રીતે કેનેડા અને મેક્સિકોના પ્રોફેશનલ્સ TN ક્લાસિફિકેશન હેઠળ વીઝાનો વિચાર કરી શકે છે. અમેરિકા – મેક્સિકો – કેનેડા ટ્રેડ એગ્રીમેન્ટ (USMCTA)ના Appendix 1603.D.1  to Annex 1603 સુધીની જોગવાઈ પ્રમાણે આ વીઝા અપાય છે.

ઓસ્ટ્રેલિયાના નાગરિકોને ટેમ્પરરી વર્ક વીઝા E-3 મળી શકે છે, જેની વાર્ષિક મર્યાદા ૧૦,૫૦૦ની છે. E-3 કેન્ડીડેટે પહેલાં લેબર કન્ડિશન એપ્લિકેશન (LCA) કરવી જરૂરી છે.

આ ત્રણેય H-1B1, TN અને E-3 વીઝા મેળવનારે સ્પેશ્યાલિટી ઑક્યુપેશનમાં કામ કરવું જરૂરી છે. આ ત્રણેય વીઝા ડ્યુઅલ ઇન્ટેન્ટ સાથેના નથી. એટલે કે H-1B સ્ટેટસ પછી ગ્રીન કાર્ડ માટે પ્રયાસો કરી શકાય છે, પરંતુ ઉપરોક્ત ત્રણ વીઝામાં ગ્રીન કાર્ડ માટેની અરજી થઈ શકતી નથી. તે માટે તેમણેપ્રથમ પોતાનું સ્ટેટસ બદલીને H-1B, L-1 વગેરે કરવું પડે.

ટ્રીટી ટ્રેડર / ઇન્વેસ્ટર વીઝામાં પણ તક રહેલી છેઃ

વિદેશી નાગરિકને E વીઝા પણ મળી શકે છે – બાઇલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી (BIT), ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA), અથવા ટ્રીટી ઑફ ફ્રેન્ડશીપ, કોમર્સ એન્ડ નેવિગેશન (FCA) હેઠળ. તેના બે પ્રકાર છેઃ ટ્રીટી ટ્રેડર વીઝા (E-1) અને ટ્રીટી ઇન્વેસ્ટર વીઝા (E-2). BIT હેઠળ માત્ર E-2 વીઝા મળે છે.

અમેરિકા અને વિદેશ વચ્ચે ટ્રેડનું કામ કરનારને E-1 વીઝા મળી શકે. જ્યારે E-2 વીઝા સારું રોકાણ કરીને એન્ટરપ્રાઇઝ ખડી કરે તેને મળે છે. આવી કંપનીના key employee તરીકે એક્ઝિક્યુટિવ્ઝ અને સુપરવાઇઝર્સ તથા કામકાજ માટે જરૂરી વ્યક્તિઓને E-1/E-2 વીઝા મળી શકે.

સાયન્સ અને ટેક્નોલોજીના સ્ટુડન્ટ્સને મળતા વીઝાઃ

સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ (STEM)ના F-1 સ્ટુડન્ટ્સ STEM OPT લાભ લઈ શકે છે. E-Verify હેઠળ આવતા એમ્પ્લોયર આવા વિદ્યાર્થીઓને જોબ આપી શકે છે અને તેમને આ ડિગ્રી અનુસંધાન post-completion OPT મળેલું હોવું જોઈએ. તે મેજર અથવા ડ્યુઅલ-મેજર હોવો જોઈએ. બે નાણાકીય વર્ષ (two H-1B cycles) સુધી આ સુવિધાનો લાભ લઈ શકાય છે.

STEM ડિગ્રી ના હોય તેવા સ્ટુડન્ટ્સ બીજી બેચલર કે માસ્ટર્સ ડિગ્રીમાં પ્રવેશ લઈ શકે છે. જોકે માસ્ટર્સ ડિગ્રી માટે પ્રવેશ લેતી વખતે તે શૈક્ષણિક સંસ્થા હાયર એજ્યુકેશનની વ્યાખ્યા નીચે આવે છે કે કેમ તેની ખાતરી કરી લેવી જોઈએ.

મલ્ટિનેશનલ કંપનીઓ માટે L-1 વીઝાનો વિકલ્પઃ

મલ્ટિનેશનલ કંપની કર્મચારીને લેવા માટે L-1 વીઝાનો વિકલ્પ અપનાવી શકે છે. મેનેજમેન્ટ, પ્રોફેશનલ અને વિશેષ નોલેજ સાથેના કર્મચારીની વિદેશથી અમેરિકામાં ટેમ્પરરી ટ્રાન્સફર માટે L-1 વીઝા ઉપયોગી છે. તેમાં L-1A  વીઝા એક્ઝિક્યુટિવ્ઝ અને મેનેજર્સ માટે છે, જ્યારે L-1B specialized knowledge ધરાવતા કર્મચારી માટે છે. આ ત્રણેય હોદ્દાની ચોક્કસ વ્યાખ્યા જાણી લેવી જોઈએ.

વિશેષ લાયકાતના આધારે O-1 વીઝા મેળવવાનો વિકલ્પઃ

L-1 ની જેમ O-1 વીઝાના બે પ્રકાર છેઃ O-1A, o-1B જેના પર કોઈ કેપ નથી. જે વિદેશી નાગરિકમાં વિજ્ઞાન, કલા, શિક્ષણ, બિઝનેસ કે એથ્લેટિક્સમાં extraordinary ability હોય તેમના માટે O-1A વીઝા છે. ફિલ્મ અને ટીવી પ્રોડક્શનમાં વિવિધ કામગીરીમાં extraordinary achievement  હોય તેમનેO-1B વીઝા મળી શકે. ઉપર જણાવેલી કેટેગરી સિવાય પણ વિશેષ લાયકાત હોય તો O-1 વીઝા મળી શકે છે. તે માટે USCIS સ્ટેટસ નક્કી કરતી હોય છે.  

આ રીતે લોટરીમાં જેમના નસીબ ના ખૂલે, તેઓ ઉપર વર્ણવેલી વિવિધ કેટેગરીમાંથી શેમાં બંધબેસતા આવી શકે છે તેનો વિચાર કરીને વીઝા મેળવવા માટે વિચારી શકે છે. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં તક મળી શકે છે. અમેરિકા સાથે પોતાના દેશના ટ્રેડ કરાર થયેલા હોય તેના આધારે પણH-1B1,TN,E-1, E_2 અથવા E-3 વગેરે નોનઇમિગ્રન્ટ વીઝા મળી શકે છે. મલ્ટિનેશનલ કંપની પાસે પણ L-1 વીઝાનો વિકલ્પ હોય છે. અને વિજ્ઞાન, કલા, શિક્ષણ, બિઝનેસ અને રમતગમતમાં વિશેષ કુશળતા ધરાવનારા માટે અને ફિલ્મ-ટીવીના કલાકારો, કસબીઓ માટેO-1A અને O-1B વીઝાનો વિચાર થઈ શકે છે. અને છેલ્લે STEM સ્ટુડન્ટ્સ STEM OPT મેળવીને વધુ બે વર્ષ સુધી H-1B માટે તક મેળવી શકે છે.

H-1B નોનઇમિગ્રન્ટ વર્ક વીઝા માટે તથા તેના વિવિધ વિકલ્પો માટે તમે જાણવા માગતા હો તો અમારા NPZ લો ગ્રુપના એટર્ની અને લોયર્સનો સંપર્ક કરી શકો છો. તે માટે જુઓ અમારી વેબસાઇટ www.visaserve.com  અથવા ઇમેઇલ કરો અહીં info@visaserve.com અથવા ફોન કરો આ નંબર પર 201.670.0006 (x106)

NPZ Law Group, P.C.

Phone: 201-670-0006 (ext. 107)

Website: https://visaserve.com/