હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા: નેશનલ હાઇવે બંધ

 

હિમાચલ: હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વરસાદ અને હિમવર્ષા ચાલુ છે. રાજ્યના ઉચ્ચ વિસ્તારોમાં તૂટક તૂટક હિમવર્ષા અને અન્ય વિસ્તારોમાં વરસાદ ચાલુ છે, જેના કારણે ઠંડીનું જોર વધ્યું છે. સ્પિતિ, મનાલી, રોહતાંગ, કિન્નૌર, ચંબા, ડેલહાઉસી અને કાંગડાના ધૌલાધર ટેકરીઓ અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે, જેને કારણે નેશનલ હાઇવે બંધ થઇ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ૨૯ જાન્યુઆરી સુધી કેટલીક જગ્યાએ હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, લાહૌલ સ્પિતિના ગોંડલામાં સૌથી વધુ ૫૦.૫ સેમી, જ્યારે લાહૌલ સ્પીતિના કુકુમસેરીમાં ૩૨.૩ સેમી, કેલોંગમાં ૨૩.૦ અને હંસામાં ૨૦.૦ સેમી હિમવર્ષા નોંધાઈ છે. ચંબાના સલુનીમાં ૪૫.૭ સેમી અને ભરમૌરમાં ૩૦.૦ સેમી બરફ પડ્યો છે. કુલ્લુના કોઠીમાં ૧૦.૦ સેમી બરફ પડ્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડેટા અનુસાર, હિમાચલ પ્રદેશમાં ૩ ફ્ણ્ સહિત ૨૬૨ રસ્તાઓ તાજી હિમવર્ષાને કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. લાહૌલ સ્પિતિમાં મહત્તમ ૧૩૯ રસ્તાઓ અને ૨ ફ્ણ્ બંધ કરવામાં આવ્યા છે. ચંબામાં ૯૨ રસ્તા, કુલ્લુમાં એક ફ્ણ્ સહિત ૧૩ રસ્તા, શિમલામાં ૧૩, મંડીમાં ૩ અને કાંગડામાં ૨ રસ્તાઓ બંધ છે. ૮૮૯ પાવર લાઇન્સ (ઝ઼વ્ય્) મૃત છે. ચંબામાં સૌથી વધુ ૭૯૩ પાવર લાઈનો બંધ છે જ્યારે ૨૯ વોટર પ્રોજેક્ટને અસર થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here