ઈજિપ્તમાં લોકોને ખાવા-પીવાની ચીજવસ્તુ ખરીદવામાં પણ ભારે હાલાકી

 

ઈજિપ્ત: મધ્ય પૂર્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ઈજિપ્ત હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. લોકો સરળતાથી ખાવા-પીવાની વસ્તુઓ ખરીદી કરી શકતા નથી અને પાયાની જ‚રિયાતો પર પણ ઘટાડો કરવાની ફરજ પડી છે. નોકરીયાત વર્ગનો પગાર અડધો થઈ ગયો છે અને બેંકોએ ઉપાડ પર પ્રતિબંધ મૂકયો હોવાથી લોકો બેંકોમાં જમા કરેલા પોતાના જ પૈસા ઉપાડી નથી શકતા. દેશના ચલણ પાઉન્ડમાં ભારે અવમૂલ્યન થયું છે જેના કારણે ફુગાવો ભયંકર રીતે વધ્યો છે. કાહિરાના શુબ્રામાં રહેતા ૪૦ વર્ષીય એકાઉન્ટન્ટ અહેમદ હસને એક વેબસાઈટને જણાવ્યું કે, તેમના ત્રણ બાળકો છે અને મોંઘવારી વચ્ચે દરેકનું ભરણપોષણ કરવું મુશ્કેલ બની રહ્યું છે. હસને જણાવ્યું કે, જ્યારે આપણે ખરીદી કરવા જઈએ છીએ ત્યારે ત્રણ કિલો ચોખા ખરીદવાને બદલે માત્ર એક કિલો કે અડધો કિલો ચોખા જ ખરીદી શકીએ છીએ. અમે અમારા ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પણ આપણે શું ખરીદવાનું બંધ કરી શકીએ. બાળકોને ઘણી બધી વસ્તુઓની જ‚ર છે. ઓક્ટોબર ૨૦૨૨ના અંતથી ઈજિપ્તના ચલણનું લગભગ ત્રીજા ભાગનું અવમૂલ્યન થયું છે અને ફુગાવો હાલમાં ૨૦ ટકા થી વધુ છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ કહે છે કે, પરિસ્થિતિ વધુ ખરાબ છે. તેઓ કહે છે કે હાલમાં મોંઘવારી ૧૦૧ ટકા સુધી રહી શકે છે. અનેક એક્સપર્ટ કહી રહ્યા છે કે, ઈજિપ્ત મધ્ય-પૂર્વના દેશ લેબનાનની રાહ પર છે. લેબનાન વર્ષ ૨૦૧૯થી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યુ છે. ઈજપ્તની સ્થિતિ માટે દેશની આતંરિક સમસ્યાઓ જવાબદાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here