હવે પાકિસ્તાન સાથે માત્ર પીઓકે બાબત જ વાતચીત કરવામાં આવશે- ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ 

0
910

 

        

     ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયાનાયડુએ જણાવ્યું હતું કે, હવે પાકિસ્તાન સાથે મંત્રણા કે વાતચીતનો તબક્કો શરૂ કરવામાં આવશે તો એ માત્ર પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીર અંગે જ વાત કરવા માટે હશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જમ્મુ- કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ છે. અને હવે આપણે પાકિસ્તાનના કબ્જા હેઠળનું કાશ્મીર (પીઓકે ) પાછું લઈ લેવું જોઈએ. આર્ટિકલ 370 એ કોઈ રાજકીય મુદો્ નથી, એ આપણો રાષ્ટ્રીય મુદો્ છે. આર્ટિકલ 370 એ ટેમ્પરરી- કામચલાઉ હતો. એને રદ કરાયો એ સારી બાબત છે. એ કામ લાંબાગાળાથી અટકેલું હતું. 

   થોડા સમયગાળા અગાઉ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે પણ કહ્યું હતું કે, પાકિસ્તાન જયાં સુધી આતંકવાદીઓની વિરુધ્ધ અસરકારક પગલાં નહિ લે , ત્યાં સુધી એની સાથે કોઈપણ પ્રકારની વાતચીત સંભવ નથી, અને હવે જ્યારે પણ એની સાથે વાત કરવામાં આવશે ત્યારે એ માત્ર પીઓકે અંગે જ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here