US  મહત્ત્વની સમિતિમાં બે ગુજરાતી મહિલા સહિત ચાર ભારતીય

 

વોશિંગ્ટનઃ અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને સોમવારે ચાર ભારતીય-અમેરિકન્સ અજય જૈન ભુટોરિયા, સોનલ શાહ, કમલ કલ્સી અને સ્મિતા શાહની એડવાઇઝરી કમિશન ઓન એશિયન અમેરિકન્સ, નેટિવ હવાઇયન્સ અને પેસિફિક આઇલેન્ડર્સ (AANHPI)માં નિમણૂક કરવાનો ઇરાદો જાહેર કર્યો છે. 

વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, કમિશન પ્રેસિડેન્ટને દરેક એશિયન અમેરિકન, નેટિવ હવાઇયન અને પેસિફિક આઇલેન્ડરની સમાનતા અને તકો માટે ખાનગી, જાહેર અને બિનનફાકીય ક્ષેત્રોએ કેવી રીતે સાથે મળીને કામ કરવું તેની સલાહ આપશે. સમિતિના આ સભ્યો પ્રેસિડેન્ટને એશિયન્સ વિરોધી વલણ અને હિંસા, AANHPI સમાજની ક્ષમતામાં સરકારના ગ્રાન્ટ દ્વારા વૃદ્ધિ સહિતની બાબતોમાં સલાહ આપશે. જેમાં  AANHPI મહિલાઓ, LGBTQ સહિતના લોકો અંગેની બાબતોનો પણ સમાવેશ થાય છે.

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર અજય જૈન ભુટોરિયા સિલિકોન વેલીમાં ટેક્નોલોજી એક્ઝિક્યુટિવ, કમ્યુનિટી લીડર, વક્તા અને લેખક છે. તે તેમના કામ માટે જાણીતા છે. તે નાના બિઝનેસ, શૈક્ષણિક તકો, ઇમિગ્રેશનના મુદ્દા અને ટેક્નોલોજીમાં પ્રગતિ માટે ઉત્સાહી વલણ ધરાવે છે. સંસ્થાઓમાં પરિવર્તન અને ચેન્જ મેનેજમેન્ટમાં તેમની નિપુણતાને કારણે AAPI સમાજમાં મહત્ત્વની પ્રગતિ કરવામાં મદદ મળી છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર તે તમામ લોકો માટે સાનુકૂળ અને સશક્તિકરણનો માહોલ ઊભો કરવા કટિબદ્ધ છે. ડો. કલ્સી ન્યુ જર્સીના ઇમરજન્સી મેડિસિન ફિઝિશિયન છે. તેમણે લશ્કરમાં ૨૦ વર્ષ કામ કર્યું છે અને અફઘાનિસ્તાનમાં હજારો ઇજાગ્રસ્તોની સંભાળ માટે તેમને બ્રોન્ઝ સ્ટાર મેડલ એનાયત કરાયો છે. સમિતિના અન્ય સંભવિત સભ્ય સોનલ શાહ સામાજિક પ્રભાવ ધરાવતા ઇનોવેશન લીડર છે. તેમણે શિક્ષણ સંસ્થાઓ, સરકાર, ખાનગી અને અન્ય ક્ષેત્રોમાં ૨૫ વર્ષ સુધી કામ કર્યું છે. તે એશિયન અમેરિકન ફાઉન્ડેશન (ટીએએએફ)ના સ્થાપક અને પ્રેસિડેન્ટ છે. AANHPI સમાજના લોકોની સેવા માટે તેમણે સૌથી મોટા ચેરિટી પ્રયાસ શરૂ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here